ગજબનો કાગડો, આ કાગડો યુવક પાસેથી સિગરેટ છીનવીને પીય લેતો, જુઓ પછી જે થયું એ જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

ગજબનો કાગડો, આ કાગડો યુવક પાસેથી સિગરેટ છીનવીને પીય લેતો, જુઓ પછી જે થયું એ જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

આ એવો કાગડો છે જે મોંઢામાંથી ઝૂંટવીને સિગરેટ પીતો હતો, શું તમે ક્યારેય એક કાગડો અને એક માણસની મિત્રતા સિગરેટના કારણે થતી સાંભળી છે. ઈંગ્લેન્ડના એક શખ્સની મિત્રતા એક કાગડાના કારણે એટલા માટે થઈ. કારણકે કાગડો પણ સિગરેટ પીતો હતો. એક રિપોર્ટ મુજબ, વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં લોકડાઉન લાગ્યુ હતુ.

આ દરમ્યાન ઈંગ્લેન્ડના ઈસ્ટ સસેક્સના રહેવાસી પીટ તેનો મોટાભાગનો સમય તેના બગીચામાં પસાર કરતા હતા. પીટ વારંવાર સિગરેટ પીતા હતા. પીટે જણાવ્યું કે એક વખત તે સિગરેટ પી રહ્યાં હતા ત્યારે એક કાગડો ત્યાં આવ્યો અને તેની સાથે સિગરેટ પીને એન્જોય કરવા લાગ્યો. પીટે જણાવ્યું કે કાગડાએ જ્યારે પહેલી વખત તેની સિગરેટ ચાખી તો ત્યારબાદ કાગડાને સિગરેટની ટેવ પડી ગઇ હતી.

ત્યારબાદ કાગડો દરરોજ તેની પાસે આવવા લાગ્યો અને બંને એકસાથે સિગરેટ એન્જોય કરતા હતા. પીટે આ કાગડાને તેનો મિત્ર બનાવ્યો હતો અને તેનુ નામ ક્રેગ રાખ્યુ હતુ. પીટ જણાવે છે કે ઘણી વખત ક્રેગ તેના મોંઢામાંથી સિગરેટ લઇ લેતો હતો અને પીવા લાગ્યો હતો.

આ બંનેની મિત્રતા ઘણા મહિના સુધી ચાલી. જો કે, છેલ્લાં ઘણા મહિનાથી ક્રેગે પીટના બગીચામાં આવવાનુ છોડી દીધુ છે. પીટે જણાવ્યું કે હવે તેને ડર લાગી રહ્યો છે કે ક્યાક વધુ સિગરેટ પીવાના કારણે તેનુ મોત ના થયુ ગયુ હોય.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.