ATS અને SOG એ સુરતના કુંભારીયામાં રેડ કરી 500 KG રક્તચંદનનો જથ્થો કબજે કર્યો, જુઓ..

ATS અને SOG એ સુરતના કુંભારીયામાં રેડ કરી 500 KG રક્તચંદનનો જથ્થો કબજે કર્યો, જુઓ..

સુરતમાં રક્તચંદનના લાકડાનો વેપાર કરતો પુષ્પા જડપાયો. સુરતના પુણા કુંભારિયામાં ATS અને SOGએ બાતમીના આધારે દરોડો કરી 500 કિલોથી વધુ રક્ત ચંદનના લાકડાનો જથ્થો જપ્ત કર્યો. ATSને બાતમી મળી હતી કે, કુંભારીયામાં એક વ્યક્તિના ગોડાઉનમાં રક્તચંદનના લાકડાનો જથ્થો રાખવામાં આવ્યો છે. તેથી ATS દ્વારા SOGની ટીમને સાથે રાખીને કુંભારીયા ગામમાં આ ગોડાઉન ઉપર દરોડો કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસ દ્વારા ત્રણ ઈસમોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસને કુંભારીયામાં આવેલા ગોડાઉનમાંથી 500થી કિલોથી વધુ રક્તચંદનનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતું કે આ ઈસમ દ્વારા એક ખેડૂત પાસેથી 700 રૂપિયા કિલોના ભાવે રક્તચંદનનો મુદ્દામાલ ખરીદવામાં આવ્યો હતો અને તે વધારે પૈસા લઈને અન્ય લોકોને ચંદનનો મુદ્દામાલ વેચવાની ફિરાકમાં હતો.

મહત્વની વાત છે કે ATS દ્વારા જ્યારે દરોડો કરવામાં આવ્યો હતો ત્યારે SOG ને પણ આ બાબતે માહિતી ન હતી પરંતુ ત્યારબાદ SOG પણ પાછળથી તપાસમાં જોતરાઇ હતી. ATSની રેડથી પુણા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. હાલ તો પોલીસ દ્વારા જે ત્રણ ઈસમોની અટકાયત કરવામાં આવી છે તેમની આગામી દિવસોમાં પૂછપરછ કરીને જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે, તેઓ કેટલા સમયથી આ પ્રકારે રક્તચંદનનો વેપાર કરી રહ્યા હતા અને રક્તચંદનનો મુદ્દામાલ કોની પાસેથી લાવતા હતા.

પોલીસ દ્વારા જ્યારે કુંભારીયા ગામમાં આવેલા ટેકરા ફળિયાના એક મકાનમાં રેડ કરવામાં આવી ત્યારે મકાનની આગળ બનાવવામાં આવેલા ગોડાઉનમાંથી રક્તચંદનના લાકડાનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. પણ તે સમયે લાકડા લાવનાર ઈસમ ઘરે ન હોતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ ઈસમને પકડી લાવીને તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તે રક્તચંદનનો જથ્થો એક ફાર્મહાઉસમાંથી લાવ્યો હતો. તેને પોલીસને જણાવ્યુ હતું કે, ફાર્મ હાઉસ પરથી આ ચંદનના લાકડાની ચોરી થઈ જતી હોવાના કારણે તેને આ જથ્થો ફાર્મમાંથી ઘરમાં મૂક્યો હતો. પણ આ લોકો રક્તચંદનના વેચાણ માટે કોઈ ડીલ કરે તે પહેલા જ ATS અને SOGની ટિમ દ્વારા દરોડો કરીને રક્તચંદનના મુદ્દામલની સાથે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ત્રણેયની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થાય તો નવાઈ નહીં.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.