દીકરી પર અત્યા’ચાર, દીકરી સાસરેથી રૂપિયા ન લાવી તો પિતાએ દીકરીને ખાટલા સાથે બાંધી અને પછી…

દીકરી પર અત્યા’ચાર, દીકરી સાસરેથી રૂપિયા ન લાવી તો પિતાએ દીકરીને ખાટલા સાથે બાંધી અને પછી…

આજકાલના સમયમાં કોઈ કોઈના સબંધની પરવાહ કાર્ય વગર મન ફાવે તેમ વર્તણુક કરવા લાગે છે. શેહ અને શરમને નેવે મૂકીને લોકો મન ફાવે તેમ ઘરના સભ્યો સાથે વર્તન કરતા પણ અવાર-નવાર નજરે ચડતા હોઈ છે. પરિવારમાં સગા ભાઈ-ભાઈ વચ્ચેના ઝગડા તેમજ દેરાણી-જેઠાણીના જગડા સમાજમાં ખુબ જ પ્રચલિત છે..

પરંતુ આજે અમે તમને એક એવા ઝગડા વિષે જણાવા જઈ રહ્યા છીએ કે જે સાંભળીને તમારું દિલ દ્રવી ઉઠશે. હકીકતમાં પાદરા તાલુકામાં રેહતા એક પરિવારે પોતાની દીકરીના લગ્ન રાજસ્થાની પરિવાર સાથે કરાવ્યા હતા. આ પરિવારે તેની દીકરીના સુખી લગ્ન જીવનને ઉખાડીને ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો.

આપડે સાંભળતા હોઈએ છીએ કે સાસરીયા વાળા લોકો દહેજની રકમ માંગીને વહુને ખુબ ત્રાસ આપતા હોઈ છે. પરંતુ આ કેસમાં ઉલટું છે. અહી તો પિયરના લોકો દ્વારા જ પોતાની દીકરી પર અત્યાચાર કરવામાં આવ્યો છે. દીકરીના પરિવારે માત્રને માત્ર 20 હાજર રૂપિયા માટે પોતાની દીકરીની જિંદગી બરબાદ કરવા માટે વિચારી નાખ્યું હતું.

દીકરીને લગ્નજીવનમાં બે દીકરીનો જન્મ થયો હતો. પરંતુ તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. આ બાદ મહિલા પિતાના ઘરે રહેવા આવી હતી. જોકે, માતાપિતાએ તેના બીજા લગ્ન કરાવ્યા હતા. બીજા લગ્ન સમયે દીકરીના સાસરી પાસેથી 20 હજાર રૂપિયા દાવાની રકમ આપવાનો વાયદો કરાયો હતો.

આ રકમ માટે દીકરીના પતિએ થોડી મુદત માંગી હતી. પરંતુ જમાઈ તે રકમ આપી શક્યો ન હતો. જેથી પિતાએ દીકરીને પોતાના ઘરમાં પૂરી રાખી હતી.

તેમણે જમાઈને કહ્યું કે, જો તે દાવાની રકમ પર આપશે તો જ તેઓ દીકરીને પરત મોકલશે. આ વાત જાણીને મહિલાએ પતિ સાથે રહેવા જવાની જીદ પકડી હતી અને પોતાનો સામાન બાંધવાની તૈયારી કરી હતી. જેથી સાસરીવાળાઓએ જમાઈને મારવા લીધો હતો, જેથી તે ત્યાંથી ભાગી ગયો હતો. તો બીજી તરફ, પિતાએ દીકરીને ખાટલા સાથે બાંધી દીધી હતી. તેમણે દીકરીને સાસરી જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

પત્નીને તેના માતાપિતાની ચુંગલમાંથી છોડાવવા માટે પતિએ 181 અભયમની મદદ લીધી હતી. જેથી અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર જઈને મહિલાને છોડાવી હતી. સાથે જ પતિપત્નીને પોતાના રક્ષણ માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા સલાહ આપી હતી.

20 રૂપિયાના દાવા મુજબ સાસરી પક્ષ પાસેથી પિયરના લોકોને 20 હજારની દાવાની રકમ મળી ન હતી, તેથી તેઓએ દીકરીને ઘરે બોલાવીને ખાટલા સાથે બાંધી દીધી હતી. મહિલાને પિયર પક્ષે દોરડાથી ખાટલે બાંધી દેવાની ઘટના સામે આવતા જ 181 અભયમની ટીમ દ્વારા મહિલાનું રેસ્ક્યુ કરાયું હતું.

દાવાની રકમ જ્યાં સુધી પરિણીત દીકરીના સાસરી પક્ષ પાસે માંગતા સાસરે ન જવા દેવાઈ હતી. પરિણીત મહિલાએ પિયરથી સાસરી જવાની તૈયારી કરતા જ તેને ખાટલે બાંધી દેવાઈ હતી. સમગ્ર મામલો વડું પોલીસ મથક પહોંચ્યો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.