૭૩ વર્ષની ઉંમરે આ દાદાએ પત્નીના અવસાન પછી જીવન એકલવાયું ના રહે તે માટે લગ્ન કરી લીધા અને હાલમાં બાકીનું જીવન નવા જીવનસાથી સાથે ખુબ જ ખુશીથી જીવી રહ્યા છે.

પ્રેમ તો સાત સમુંદર પાર પણ થઇ જતો હોય છે, એવા પ્રેમના ઘણા કિસ્સાઓ વિષે તમે સાંભળ્યું જ હશે. હાલમાં પણ એવો જ એક પ્રેમનો કિસ્સો જોવા મળ્યો છે. જેમાં મહિલા ૮૦ વર્ષના હતા અને વ્યક્તિ ૭૩ વર્ષના હતા.
ત્યારથી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. આ દાદાનું નામ નટવર ગાંધી છે અને તેઓ મૂળ સાવરકુંડલા છે અને દાદીનું નામ પન્ના નાયક છે તેઓ મુંબઈના છે.આ બંને હાલમાં અમેરિકામાં રહે છે, આ બંને એટલે સાથે રહે છે કેમ કે તેમના બંનેના જીવન સાથીને ગુમાવ્યા હતા.
ત્યારબાદ છેલ્લા ૮ વર્ષથી સાથે રહે છે અને તેમનું જીવન જીવે છે. નટવર ગાંધીના પત્ની નલિની ગાંધીનું અવસાન વર્ષ ૨૦૦૯ માં થઇ ગયું હતું. પન્ના નાયકના પતિ નિકુ પણ નથી. આ બંને લોકો વર્ષ ૧૯૭૭ થી એકબીજાંને ઓળખતા હતા.
આ બંને એક વખતે ચાલવા ગયા હતા અને તેઓએ તેમની બાકીની જિંદગી સાથે રહેવા માટે નક્કી કર્યું હતું. ત્યારપછી નટવર ગાંધીએ તેમના સંતાનોને આ વાત જણાવી કે તેઓ તેમનું બાકીનું જીવન પન્ના સાથે નિભાવશે. તો આ નિર્ણયથી સંતાનો પણ ખુબ જ થયા હતા અને બાકીનું જીવન સાથે રહેવાનો નિર્ણય આ બંનેનો છે.
આજે આ બંને લોકો એવું કહે છે કે તેઓને તેમનું બાકીનું જીવન એકલવાયું નહતું પસાર કરવું અને તેમને તેમનું જીવન હર્ષોઉલ્લાસ સાથે જીવવું હતું. એટલે બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું અને લગ્ન કરીને આજે પળેપળની મઝા તે બંને લઇ રહ્યા છે અને તેમનું જીવન જીવી રહ્યા છે.