પુતિનને પાગલ ગણાવનાર રશિયન મૉડલની હત્યા: ફેસબુક પર લખ્યું હતું- રશિયાને અખંડતાના નામે આંસૂ જ મળશે, આપણો રાષ્ટ્રપતિ ડરપોક છે…

યુક્રેન-રશિયા જંગ વચ્ચે પુતિનને પાગલ ગણાવનારી રશિયન મૉડલ ગ્રેટ વેલડરની ડેથ બોડી એક સૂટકેસમાંથી મળી છે. વેલડર પુતિન વિરૂદ્ધ પોસ્ટ લખ્યાં બાદથી જ ગાયબ હતી. જો કે વેલડરની હત્યાનો ગુનો તેના એક્સ બોયફ્રેન્ડે કબૂલ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
FB પર લખ્યું હતું- રશિયાને અખંડતાના નામે આંસૂ મળશે: મીડિયા રિપોટ્સ મુજબ 23 વર્ષની રશિયન મૉડલે જાન્યુઆરી 2021માં એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. જેમાં પુતિનને મનોરોગી અને મહત્વાકાંક્ષી ગણાવ્યો હતો. જે બાદથી જ તે ગુમ થઈ ગઈ હતી. હાલમાં લિપેત્સક વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે હત્યા કયારે અને કઈ રીતે થઈ તેની તપાસ ચાલી રહી છે.
વેલડરે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું- પુતિન જેવાં લોકો નાનપણથી જ ડરપોક હોય છે. ભારે ઘોંઘાટ અને અંધારાથી ડરતાં હોય છે. રશિયાને અખંડતાનું જે ભૂત સવાર થયું છે તેના બદલામાં તેમને આંસૂ જ મળશે.
પૂર્વી પ્રેમીએ કહ્યું- પૈસાની લેવડદેવડના કારણે હત્યા કરી:
વેલડરની હત્યા પછી પોલીસે શંકાના આધારે તેના પૂર્વ બોયફ્રેન્ડ દિમિત્રી કોરોવિનની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેને જણાવ્યું કે પૈસાની લેવડદેવડના કારણે તેને વેલડરની હત્યા કરી છે. કોરોવિને જણાવ્યું કે હત્યા પછી તે ડેથ બોડીને સૂટકેસમાં રાખીને 3 દિવસ સુધી ફર્યો હતો. જે બાદ તેની લાશ કારમાં રાખીને લિપેત્સકમાં ફેંકી દીધી હતી.
મીડિયા માટે પુતિને જાહેર કર્યું હતું ફરમાન:
યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયાએ ગત દિવસોમાં મીડિયા માટે ખાસ ફરમાન જાહેર કર્યું હતું. આ ફરમાન રશિયન સરકારના અંડરમાં કામ કરનારી મીડિયા રેગ્યુલેટર ડિવીઝને જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ મીડિયા હાઉસ આ સમયે જંગ, હુમલો કે ઘુસણખોરી જેવાં શબ્દોનો ઉપયોગ ન કરે. જો આ આદેશને નહીં માનવામાં આવે તો તેની સાથે જોડાયેલાં પત્રકારને સજા થઈ શકે છે, મીડિયા હાઉસ પણ બંધ થઈ શકે છે. આ સાથે જ ભારે દંડ લાગશે તે પણ નિશ્ચિત છે.