મહારાષ્ટ્રના દિગ્ગજ મંત્રીની ધરપકડ, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ સાથે કનેક્શનનો આરોપ…

મહારાષ્ટ્રના દિગ્ગજ મંત્રીની ધરપકડ, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ સાથે કનેક્શનનો આરોપ…

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રવક્તા નવાબ મલિકની ED(એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ)એ ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમની અન્ડરવર્લ્ડ સાથેના સંબંધો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પછીથી તેમની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પૂછપરછ દરમિયાન અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહમના ભાઈ ઈકબાલ કાસકારે તેમનું નામ લીધું હતું. EDની ટીમ સવારના 8 વાગ્યાથી તેમની પૂછપરછ કરી રહી હતી.

EDની ઓફિસની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા: પ્રાપ્ત માહિતી મુજબ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ટીમ સવારે 5 વાગ્યે મલિકના કુર્લાના ઘરે પહોંચી હતી. તે પછી ટીમ 7 વાગ્યે ઘરેથી નીકળી અને 7.45 વાગ્યે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ઓફિસે પહોંચી છે. આ દરમિયાન CRPFની એક મોટી ટીમ તેમની સાથે હતી. મલિકની પૂછપરછ પછી NCPનું આક્રમક વલણ જોવા મળી શકે છે. EDની ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. આજુબાજુના ટ્રાફિકને પણ ડાઈવર્ટ કરવામાં આવ્યો છે.

મલિક પર અન્ડરવર્લ્ડ પાસેથી જમીન ખરીદવાનો આરોપ: 9 નવેમ્બર 2021ના રોજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકના અન્ડરવર્લ્ડ સાથેના સંબંધનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નવાબ મલિકે દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી જમીન ખરીદ હતી. આ જમીન મુંબઈમાં બ્લાસ્ટ કરનારા આરોપીઓની છે. પૂર્વ CMએ આરોપ લગાવ્યો કે સરદાર શાહ વલી ખાન અને હસીના પારકરના નજીકના ગણાતા એવા સલીમ પટેલનો નવાબ મલિકની સાથે વ્યવસાયિક સંબંધ છે. આ બંનેએ નવાબ મલિકના સંબંધીની એક કંપની(Solidus company)ને મુંબઈના એલબીએસ રોડ પર આવેલી કરોડોની જમીનને કોડીના ભાવે વેચી નાંખી.

મની લોન્ડ્રિંગના મામલામાં પૂછપરછ શક્ય: મલિકને લઈને એક થિયરી એ પણ પ્રકાશમાં આવી રહી છે કે દાઉદના ભાઈ ઈકબાલ કાસકરે EDની પૂછપરછમાં તેમનું નામ લીધું છે. કાસકર શુક્રવારે જેલમાંથી ધરપકડ કરવામાં આવ્યા પછી હાલ EDની કસ્ટડીમાં છે. દાઉદ ઈબ્રાહિમ અને તેમના નજીકના લોકોની વિરુદ્ધ મની લોન્ડ્રિંગ મામલાની તપાસ ચાલી રહી છે. કાસકરને સાત દિવસ માટે EDની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કાસકર અને મલિકની કંપનીની વચ્ચે થયેલી એક જમીન લેવડદેવડના પુરાવા EDને મળ્યા છે. આ કેસમાં EDએ 2 બિલ્ડરને સમન્સ ઈસ્યુ કર્યું છે.

અવાજ ઉઠાવનારને ડરાવવામાં આવે છેઃ રાઉત શિવસેનાના સાંસદ સંજય રાઉતે EDની કાર્યવાહી પર કહ્યું જે કોઈ પણ બીજેપી અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ પોતોનો અવાજ ઉઠાવે છે. તેને કેન્દ્રીય તપાસ એજન્સીઓના માધ્યમથી ડરાવવાનું કામ ઘણા દિવસોથી ચાલુ છે. આજે પણ EDએ આજ કર્યું છે.

આ બીજેપીની પોલ ખોલવાનો બદલો છેઃ પાટીલ કેબિનેટ મંત્રી જયંત પાટિલે આ બાબતે કહ્યું કે કોઈ પણ પ્રકારની પૂર્વ માહિતી વગર નવાબ મલિકને પૂછપરછ માટે EDની ઓફિસમાં લાવવામાં આવ્યા છે. નવાબ મલિકે થોડા દિવસો પહેલા જે રીતે BJPના નેતાઓની પોલી ખોલી હતી, તેનો બદલો હવે લેવામાં આવી રહ્યો છે.

મને પણ બદનામ કરવાની કોશિશ કરાઈ હતીઃ શરદ પવાર: શરદ પવારે કહ્યું જે રીતે એજન્સીનો ખોટો ઉપયોગ સતત કરવામાં આવી રહ્યો છે, તેને જોતા મને લાગી રહ્યું હતું કે તે આજે નહિ તો કાલે જરૂર થશે. નવાબ મલિક સતત બોલી રહ્યાં છે એટલે કોઈને કોઈ બાબત કાઢીને તેમને હેરાન કરવામં આવશે.

અમને લગાતાર ડરાવવાની કોશિશ ચાલુ છેઃ સુપ્રિયા સુલે: સુપ્રિયા સુલેએ કહ્યું મારી મલિક પરિવાર સાથે વાતચીત થઈ હતી. મલિક કેબિનેટના મંત્રી છે. પ્રાપ્ત મહિતા મુજબ તેમને પહેલા કોઈ પણ નોટિસ આપવામાં આવી નહોતી. તપાસમાં સહયોગ આપવાની વાત નવાબ મલિકે કહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275