વધુ એક ગ્રીષ્મા હ’ત્યાકાંડ, વડોદરામાં એક તરફા પ્રેમીએ યુવતીને ધારિયાથી રહેંસી નાંખી અને ક્રૂરતાથી હાથ કાપી નાખ્યા…

ગુજરાતનાં નવયુવાનોને આ શું થઈ રહ્યું છે? એક તરફી પ્રેમમાં તેઓ આગળ-પાછળનું કંઈ જ વિચાર્યા વગર યુવતીઓની ખુલેઆમ હત્યા કરી નાખે છે. શું ગુજરાતમાં આમ જ ચાલતું રહેશે? પ્રેમ આ શબ્દને કલંકિત કરતી ઘટનાઓ અવારનવાર બની રહી છે. સુરતની ગ્રીષ્મા હત્યા કેસ બાદ વડોદરામાં 19 વર્ષીય યુવતીની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરમાં ભારે સનસનાટી મચાવી દેનાર આ દર્દનાક કિસ્સાની વિગતો એવી છે કે તૃષા રાજેન્દરસિંહ સોલંકી (ઉં.19), (મૂળ રહે. સામલી,પંચમહાલ) છેલ્લા બે મહિનાથી માણેજા ખાતે આર્યન રેસિડેન્સીમાં તેના મામાને ત્યાં રહેતી હતી.
નેશનલ હાઇવે પરથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. હત્યારાએ યુવતીનો જમણો હાથ કાપીને ફેંકી દીધો હતો. 19 વર્ષીય વિદ્યાર્થીનીની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનો ખુલાસો થયો છે. યુવતી આર્યન રેસિડેન્સીમાં મામાને ત્યાં રહેતી હતી. પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. યુવતી ટ્યુશન જવા માટે નીકળી હતી તે દરમિયાન અંધારાનો લાભ લઇને આરોપીઓએ તીક્ષ્ય હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી.
એકતરફી પ્રેમમાં હત્યા કરી
એડિશનલ સીપી ચિરાગ કોરડિયાએ આ બનાવની સનસનીખેજ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એકતરફી પ્રેમ કરતો હતો, પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી, આથી તેને ગઇકાલે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી.
પાળિયા વડે ક્રૂરતાપૂર્વક હત્યા કરી
પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી કલ્પેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. હત્યારાએ વિદ્યાર્થિનીને પાળિયા (આદિવાસીઓનું ખેતીમાં ઉપયોગમાં લેવાતું એક ઓજાર)ના 10થી વધુ ઘા માર્યા હતા. વિદ્યાર્થિનીના પરિવારે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને ફાંસીની સજાની માગ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પાળિયાથી 10થી વધુ ઘા મારીને વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી.
આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે એકતરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો હતો. આ બંને વચ્ચે 3 વર્ષ પહેલાં મિત્રતા હતી, પછી બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યારબાદ તે ગોધરા ખાતે ભણવા માટે જતી રહી હતી અને વડોદરા પરત ફરી ત્યારે તે બીજા છોકરા સાથે વાત કરતી હતી, પણ કલ્પેશ સાથે વાત કરતી નહોતી.
આથી આ વાત કલ્પેશને ન પસંદ આવતાં તેણે તૃષા સોલંકીને મળવા બોલાવી હતી અને સાથે સાથે ધમકી આપતાં કહ્યું હતું કે મળવા નહીં આવે તો કલ્પેશ આત્મહત્યા કરી લેશે, જેથી યુવતી તેને મળવા ગઇ હતી. એ સમયે આવેશમાં આવીને કલ્પેશે તેની પર 10 વાર છરીનાં ઘા ઝીંકીને દર્દનાક મોત આપ્યું હતું. પોલીસે તૃષાના મામાનું નિવેદન લીધું હતું. તે સવારે એકિટવા પર કલાસમાં ગઇ હતી. પછી પાછા આવતી વેળા તેની હત્યા થઇ હોવાનું મનાય છે. હત્યારાએ યુવતીને હાથ, ગાલ, ગરદન અને પીઠના ભાગે ઘા માર્યા હતા.
પ્રેમ શબ્દને કલંકિત કરતી ઘટનાઓ અવારનવાર બની રહી છે