સુરતમાં વધુ એક શરમજનક ઘટના, 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ કરાઈ હત્યા…

હાલમાં સુરતમાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ વિશે તો તમે જાણતા જ હશો સુરતના પાસોદ્રા વિસ્તારમાં રહેતા અને કોલેજમાં સાથે અભ્યાસ કરતા ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી જે બાદ ઘટના સ્થળે જ યુવતીનું મોત નિપજ્યું હતું જો કે હજુ આ કેસમાં તો લોકો ન્યાયની માંગણી કરી જ રહ્યા છે.
ત્યાં આજે સુરતમાં એક માસૂમ પર દુષ્કર્મની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં બે દીકરી તેના માતાપિતા સાથે રહેતી હતી.ગત રવિવારે બાળકીના માતા પિતા કામ પર ગયા હોવાથી અને નાની બહેન પણ બહાર હોવાથી 12 વર્ષની બાળકી ઘરમાં એકલી હતી.
જે બાદ આ નરાધમ યુવક તેને બિલ્ડિંગના બીજા ઘરમાં લઇ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહિ બાળકીને બેભાન અવસ્થામાં મૂકીને તાળું મારીને નરાધમ ત્યાંથી નાસી છૂટ્યો હતો જે બાદ સાંજે બાળકીના માતાપિતા આવતા તેની શોધખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળી હતી.જે બાદ બાળકીને સારવાર માટે ચલથાણની ખાનગીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જો કે ત્યાં સુધી મોડું થઈ જતા માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતુ.
જો કે ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જે બાદ તપાસ કરતા અપહરણ બાદ દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જો કે આ ઘટનામાં પરિવાર અને આસપાસના લોકોના જણાવ્યા અનુસાર બે શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે ધરપકડ બાદ પૂછપરછ કરી રહી છે.