ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કર્યું…

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કર્યું…
  • 9મીં મેથી 13 જૂન સુધી રહેશે ઉનાળું વેકેશન
  • 13 જૂનથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થશે
  • પ્રાથમિક શિક્ષણ નિયામકનો જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર

ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં એક સાથે જ ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવે તે અંગે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઓને પરિપત્ર દ્વારા સૂચના આપી છે.

નિયામક કચેરીએ કરેલા પરિપત્ર મુજબ, તમામ સ્કૂલોમાં 9મી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવશે અને નવુ શૈક્ષણિક સત્ર 13 જૂનથી શરૂ થશે. જોકે આ વખતે કોરોનાના કારણે ઉનાળુ વેકેશન થોડું લબાવવામાં આવ્યુ છે, જેના કારણે નવુ શૈક્ષણિક સત્ર પણ એક સપ્તાહ લેટ શરૂ થશે.

ચાલુ વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર 7 જૂન, 2021થી શરૂ થયું હતું. આ વખતે પણ 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે.

નિયામક કચેરીએ પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે, તમામ ડીઈઓ-ડીપીઈઓએ સંકલનમાં રહી વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી તમામ સ્કૂલોમાં એક સાથે જ વેકેશન જાહેર થાય. જેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૯મી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનું રહેશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.