અનિલ અંબાણીનો મોટો દીકરો ગુજરાતી ગર્લફ્રેન્ડ કૃશા શાહ સાથે આજે લગ્નગ્રંથીથી જોડાશે, જુઓ…

અનિલ અંબાણીનો મોટો દીકરો ગુજરાતી ગર્લફ્રેન્ડ કૃશા શાહ સાથે આજે લગ્નગ્રંથીથી જોડાશે, જુઓ…

બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર અનમોલ અંબાણી કૃશા શાહ સાથે લગ્નના બંધને બંધાવવા જઈ રહ્યો છે. જેને લઈને ઘરમાં તડામાર તૈયારી ચાલી રહી છે. અનમોલ અને કૃશાની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. અનમોલ અને કૃશાની મેંહદી સેરેમનીમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ પણ જોવા મળી હતી. જોકે હવે કૃશાની હલ્દી સેરેમનીની તસવીરો પણ સામે આવી છે.

કૃશાની બહેન નૃતિ શાહે પોતાની તેની હલ્દીની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. નૃતિ શાહ એક બ્યૂટી એન્ડ ફૂડ બ્લોગર છે, જેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર ફંક્શનની તસવીરો શેર કરી છે.

કૃશાની હલ્દી સેરેમની હિંદુ પરંપરા પ્રમાણે થઈ હતી. તેની બહેન સહિત પરિવારના તમામ સભ્યોએ ભાવિ દુલ્હનને હલ્દી લગાવી હતી. કૃશાના ચહેરા પર હલ્દીથી તેના ચહેરા પર રોનક જોવ મળી રહી હતી.

કૃશાના ઘરને ફૂલોથી સજાવવામાં આવ્યા છે. નૃતિએ તેની પણ ઝલક શેર કરી હતી. બાલકમાંથી દેખાઈ રહેલા દરિયાનો નજારો, સરસ વાતાવરણ અને ખુશીનો માહોલ, ઘરની તસવીરો શેર કરીને નૃતિએ લખ્યું હતું કે, D Day લખીને 20 ફેબ્રુઆરી તરફ ઈશારો કર્યો છે.

તેમણે વેડિંગ ડેથી પણ કૃશાની તસવીરો શેર કરી છે. હલ્દીની રસમ બાદ કૃશા પિંક શૂટમાં અને માથામાં ફૂલ લગાવી હાથોમાં મહેંદી અને ચૂડોમાં બહુ જ સુંદર લાગી રહી હતી. તે પોતાની માતાને ગળે મળતી હોય તેવી તસવીર પણ વાયરલ થઈ છે.

અન્ય એક તસવીરમાં કૃશા અને અનમોલ માતા ટીના અંબાણીની સાથે કેમેરા સામે પોજ આપી રહ્યા હતાં. એક બાજુ અનમોલ-ટીના અંબાણી તો બીજી બાજુ કૃશા અને તેની માતા બેઠેલા જોવા મળ્યા હતાં.

નૃતિએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોથી અંદાજ લગાવી શકાય છે કે, છેલ્લા 6 મહિના શાહ પરિવાર માટે બહુ જ કઠિન હતાં. શાહ બહેનોના પિતા દુનિયાને અલવિદા કહી દીધું છે. પરંતુ હવે પરિવારમાં પાછી ખુશી જોવ મળી રહી છે. કૃશાના લગ્નની સાથે ઘરમાં રોનક છવાઈ ગઈ છે.

કૃશા અને અનમોલે થોડા મહિના પહેલા જ સગાઈ કરી હતી. હવે બન્ને હંમેશા માટે એકબીજાના થઈ રહ્યા છે. હાલ બન્ને બહુ જ ખુશ જોવા મળી રહ્યા છે.

હલ્દી પહેલા કૃશા અને અનમોલે મહેંદી સેરેમની પણ સારી રહી હતી. જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, રીમા જૈન મહેંદી ફંક્શનમાં જોવા મળ્યા હતાં. મહેંદી ફંક્શનની ઘણી તસવીરો સામે આવી હતી જેમાં ટીના અંબાણીની સાથે બીટાઉન સેલેબ્સ પણ જોવા મળ્યાં હતાં.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275