રાત્રી કરફ્યુને લઈને રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય, જુઓ…

રાત્રી કરફ્યુને લઈને રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય, જુઓ…

રાત્રી કારફ્યુને લઈને રાજ્ય સરકારે રાહતનો ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઓછા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને થોડી છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોનાના કેસોમાં ઘટાડો થતા અમદાવાદ અને વડોદરમાંથી રાત્રી કારફ્યુને હટાવ્યું છે. આમ હવે ગુજરાતના એક શહેરમાં રાત્રી કરફ્યુ રહેશે નહીં. આવતી કાલે 25 ફેબ્રુઆરીના રોજથી આ નિર્ણય લાગુ પડશે.સ્થિતિ અનુસંધાને કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની ગાઈડ લાઈનમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા 25 ફેબ્રુઆરીથી રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય 75 ટકા કેપિસિટી સાથે સામાજીક અને ધાર્મિક કાર્યક્રમની મંજૂરી પણ આપવામાં આવી છે, જ્યારે જે સ્થળો બંધ છે ત્યાં 50 ટકાની કેપિસિટી સાથે કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવામાં આવી છે. આ ગાઈડલાઈન 1 માર્ચ 2022 સુધી અમલી રહેશે

તમને જણાવી દઈએ કે, કોરોનાનો કહેર ઓછો થતા ઘટતા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાનાં લીધે લાદેલ નિયંત્રણોમાંથી છૂટ આપવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં મોટા શહેરો જેવા કે અમદાવાદ,સુરત, રાજકોટ તેમજ વડોદરા શહેરમાં લાગુ રાત્રિ કર્ફ્યુને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતુ.

નોંધનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરને કારણે રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યું હતું. જેને કારણે કોરોના કેસમાં ઘટાડો થતા ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારના આ નિર્ણયની વાહવાહી કરી હતી. ત્યારે હવે જ્યારે કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરોમાંથી રાત્રી કરફ્યુ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય આવતી કાલે 25 ફેબ્રુઆરીના રોજથી 1 માર્ચ સુધી અમલમાં રહેશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.