8 મહિનાના બાળકને કેરટેકરે હવામાં ઉછાળતા બ્રેઈન હેમરેજ થયું…

8 મહિનાના બાળકને કેરટેકરે હવામાં ઉછાળતા બ્રેઈન હેમરેજ થયું…

મહાનગર સુરતમાંથી એક ક્રુરતાની હદ પાર કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાંદેર પાલનપુર પાટિયા પાસે હિમગીરી સોસાયટીમાં શિક્ષકના આઠ મહિનાના બે ટ્વિસ બાળકને સાચવવા માટે કેરટેકરને રાખવામાં આવી હતી. પણ તેણે એવી ક્રુરતા દેખાડી કે ભલભલાનું દિલ હચમચી જાય. આ કેરટેકરે પોતાનો ગુસ્સો માસુમ બાળક પર કાઢ્યો. 5 મિનિટ સુધી બાળકને પલંગ પર ચારથી પાંચ વખત પછાડ્યો. કાન આમળીને હવામાં ફંગોળીને માર પણ માર્યો હતો. જેના કારણે બાળક બહેરૂ થઈ ગયું હતું. પછી કેરટેકરે એના માતાપિતાને જાણ કરી હતી.

સારવાર માટે વાલી એને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ખ્યાલ આવ્યો કે, માથામાં ઈજા થઈ હતી અને હેમરેજ થયાનું સામે આવ્યું. આ રીપોર્ટ સામે આવતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોલીસે આ કેસમાં કેરટેકર મહિલાની ધરપકડ કરી લીધી છે. જ્યારે ઘરમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કર્યા ત્યારે મહિલાની કરતુત સામે આવી હતી. પાંચ મિનિટ સુધી બાળક પર મહિલા અત્યાચાર કરી રહી હતી. બાળક રડતું હોવા છતાં પણ કેરટેકરમાં દયાની ભાવના જ ન જાગી.

સમગ્ર મામલે રાંદેર પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી દીધી છે. શુક્રવારે મોડી રાત્રે બાળકના પિતા મિતેશ પટેલે ફરિયાદ કરી છે. જેના આધાર પર કેરટેકર કોમલ રવિ ચાંદલેકરની ધરપકડ કરાઈ છે. પોલીસે એની સામે હત્યાનો પ્રયાસ મામલે ગુનો નોંધીને કાયદેસરના પગલાં લેવાના શરૂ કર્યા છે. કોમલ કેરટેકર તરીકે છેલ્લા ત્રણ મહિનાથી એમને ત્યાં કામ કરી રહી હતી. પટેલ પરિવારમાં તે બે બાળકોનું ધ્યાન રાખતી હતી. પણ જ્યારે CCTV સામે આવ્યા ત્યારે હકીકત કંઈક બીજી સામે આવી હતી.

આ માટે તેને રૂ.3000 પગાર પેટે પણ આપવામાં આવતા હતા. બાળકોના પિતા સ્કૂલમાં શિક્ષક તરીકે અને માતા IT ઈન્સ્ટ્રક્ટર છે. જ્યારે આરોપી મહિલાનો પતિ પણ એક સ્કૂલમાં નોકરી કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, કોમલને કોઈ સંતાન નથી. આ ઉપરાંત ઘર ચલાવવા અંગે ટેન્શન હતું. જેના કારણે તેણે બાળક પર ગુસ્સો ઠાલવીને આ કૃત્યુ કર્યું હતું. પલંગમાં બાળને પછાડીને તેના કાન આમળીને હવામાં ઉછાળી તેને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. માતા પિતા જ્યારે નોકરી કરવા માટે જતા હતા ત્યારે પાછળથી બાળકો ખૂબ જ રડતા હતા. સ્થાનિકોએ પણ વાલીને આ રીતે વાત કરી હતી. તેથી વાલીએ ઘરમાં લાગેલા CCTV પણ ચેક કર્યા હતા. જેના કારણે આ મામલો સામે આવ્યો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.