લાઠીના દુધાળા ગામની નજીક નારણ સરોવારમાં પાંચ કિશોરો ડૂબતા કરૂણ મોત, અમરેલીથી આવ્યા દુઃખદ સમાચાર

લાઠીના દુધાળા ગામની નજીક નારણ સરોવારમાં પાંચ કિશોરો ડૂબતા કરૂણ મોત, અમરેલીથી આવ્યા દુઃખદ સમાચાર

અમરેલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે કે એક પાંચ કિશોરનું ડૂબવાથી અવસાન થયું છે. જેના લીધે સમગ્ર ગામમાં હાહાકાર સર્જાઈ ગયો છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ પાંચ કિશોરમાંથી ત્રણ કિશોર તો એકના એક પરિવારના દીકરા હતા. જ્યારે આ પાંચ કિશોરના ડૂબવાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, પાંચ કિશોરના મોતના કારણે લાઠી શહેરમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા પોતાના ધંધા પાડી બંધ પાડવામાં આવ્યું હતું. જ્યારે મજૂરી કામ કરીને જીવન પસાર કરનાર પરિવારનો એકનો એક દીકરાનું અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાહુલ પ્રવિણભાઇ જાદવ, મીત ભાવેશભાઈ ગળથિયા અને નમન અજયભાઈ ડાભી આ ત્રણેય જણ એક જ પરિવારના દીકરા છે.

નોંધનીય છે કે, લાઠીના દુધાળા ગામની નજીક નારણ સરોવાર આવેલ છે. જેમાં આ પાંચ કિશોરો ન્હાવા માટે ગયા હતા તે દરમિયાન તે ડૂબી ગયા હતા. ત્યાર બાદ તંત્રના અધિકારીઓના સાથે તરવૈયાઓને સાથે લઈને શોધખોળ શરૂ કરાઈ હતી. જેમાં તમામ કિશોરના મૃતદેહ મળી આવતા હાહાકાર સર્જાયો હતો. જ્યારે આ ઘટના કારણે ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનીક પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા. તેની સાથે જ્યારે આ કિશોરના મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું હતું.

આ સિવાય મૃતકોની વાત કરવામાં આવે તો તેમાં વિશાલભાઈ મનીષભાઈ મેર, નમનભાઈ અજયભાઇ ડાભી, રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ (વર્ષ 16), મિત ભાવેશભાઈ ગળથીયા , હરેશભાઇ મથુરભાઈ મોરીનો સમાવેશ થાય છે. જ્યારે આ તમામ યુવકો લાઠી શહેરના છે. જે દુધાળા ગામની નજીક આવેલ નારણ સરોવરનમાં ન્હાવા માટે ગયા હતા. તે દરમિયાન કોઈ કારણસર આ પાંચેય યુવક તેમાં ડૂબી ગયા હતા. જેના લીધે પાંચેય યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે આ યુવકના અવસાનથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.