રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ગુજરાતની આ દીકરીની ચારે તરફ થઈ રહી છે પ્રશંસા, જાણો શા માટે?…

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને સમગ્ર દુનિયામાં ચર્ચાઓનો માહોલ બનેલ છે. રશિયા દ્વારા યુક્રેન પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેના લીધે અનેક સૈનિકોની સાથે લોકોના જીવ ગયા છે. જ્યારે એવામાં આ યુદ્ધની વચ્ચે ગુજરાતની એક દીકરીના વખાણ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની કચ્છની દીકરી યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં મોટું કામ કરી ગઈ છે તેના લીધે તેના વખાણ થવા લાગ્યા છે.
કચ્છની આ યુવતી રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી કરી હતી. કચ્છની દિશા ગડા એર ઈન્ડિયાનુ વિમાન લઈને યુક્રેનમાં ગઈ હતી અને એક કલાકમાં યુદ્ધ શરૂ થતા 242 ભારતીય છાત્રોને બચાવી ટીમને ભારત લઇ આવી હતી. યુદ્ધની જાહેરાત બાદ પ્રથમ દિવસે જ 242 ભારતીયોને ભારતમાં પરત લાવીને આ દીકરીના ચારોતરફ વખાણ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છના તૂમ્બડી ગામની દિશા ગડા એર ઇન્ડિયામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે.
તેની સાથે દિશા ગડા જૈન સમાજથી આવે છે અને તેના ખૂબ વખાણ થયા છે. જયારે યુદ્ધના પ્રથમ દિવસે જ દિશા ગડા એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અન્ય ચાર વરિષ્ઠ કૃ મેમ્બરો સાથે ગઈ હતી. આ ફલાઇટ વાયા કાળા સમુદ્રથી થઈને યુક્રેનના કવિવ સ્થિત બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 80 નોટિકલ માઈલ દૂર રહેલી હતી. દિશા યુક્રેનમાં હતી ત્યારે જ યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી.
તેના લીધે દિશા ગડા માટે યુદ્ધના કપરા સમયે પ્લેન ચલાવવુ મુશ્કેલ કામ હતું.
પરંતુ અન્ય સીનીયરોના માર્ગદર્શન બાદ તે એરપોર્ટ પર નિયત સમયે પ્લેન લેન્ડ કરાવવામાં સફળ રહી હતી. તેના પછી એરઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ ત્યાંની એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચિત કરવામાં આવી હતી અને ટૂંક જ સમયમાં આ 242 વિદ્યાર્થીઓને ભારતમાં લાવવામાં આવ્યા હતા. તેના લીધે દિશાના ચારોતરફ વખાણ થઈ રહ્યા છે. જ્યારે દિશા ગડાની વાત કરવામાં આવે તો તે કચ્છ જિલ્લાના મોટી તુંબડી ખાતે રહેનાર લીનાબેન જયેશ ગડાની દીકરી છે. દિશા અત્યારે ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે હવાઈ સફર પર રહેલી છે. દિશા એર ઇન્ડિયામાં જ પાયલોટ તરીકે ફરજ બજાવનાર આદિત્ય મન્નુરને પરણીને તે મુંબઈમાં જ સ્થાયી થઈ ગઈ છે.