કોરોના વાયરસના અંતને લઈને અમેરિકાના વૈજ્ઞાનિકનો ચોંકાવનારો દાવો…

કોરોના વાયરસના અંતને લઈને અમેરિકાના વૈજ્ઞાનિકનો ચોંકાવનારો દાવો…

આગામી સમયમાં કેવા વાઇરસ ઊભા થાય છે તેના પર આધાર. ન્યૂ નોર્મલ લાઇફ કેવી હશે તે કહેવું મુશ્કેલ:એન્થની ફૌસી. કોરોનાનો તત્કાળ અંત નથી, જો કે માસ્ક પણ જીવનભર નથી. વિશ્વભરમાં પ્રસરેલા કોરોનાનો હજુ અંત દેખાતો નથી. એ પણ કહી શકીએ તેમ નથી કે ક્યારે આપણને માસ્કમાંથી મુક્તિ મળશે?

જો કે એટલું તો નક્કી છે કે આપણે જીવનભર માસ્ક પહેરવો નહીં પડે અને ઝડપથી રોગચાળા પર કાબૂ મેળવી લેવામાં આવશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધન કરતાં અમેરિકાના રોગચાળાના એક્સ્પર્ટ એન્થની ફૌસીએ જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળો તાત્કાલિક ખતમ થાય તેવું દેખાતું નથી.

ઓમિક્રોન તેનો આખરી વેરિઅન્ટ નથી. જો કે તેની સાથે તેમણે એ સંભાવનાનો પણ ઇનકાર કર્યો હતો કે કોવિડના કારણે લોકોએ હંમેશાં માસ્ક પહેરવો પડશે. તેમણે જણાવ્યું હતું કે રોગચાળામાં આગળ શું થશે તે કહેવું મુશ્કેલ છે પણ એટલું તો ચોક્કસ છે કે વિશ્વના તમામ દેશોના સહયોગથી તેના પર કાબૂ મેળવી શકાશે.

ફૌસીએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન અત્યંત ઝડપથી પ્રસરે છે પરંતુ તે વધારે ગંભીર સ્થિતિ પેદા કરતો નથી. આગામી સમયમાં કેવા પ્રકારના વાઇરસ ઊભા થાય છે તેના પર બધો મદાર છે. ફૌસીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે આપણને યાદ રહેશે કે આ રોગચાળાએ આપણા જીવન પર કેવો પ્રભાવ પાડયો હતો.

ન્યૂ નોર્મલ લાઇફ કેવી હશે તે કહેવું મુશ્કેલ: ડો. એંથનીએ જણાવ્યું હતું કે એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે ન્યૂ નોર્મલ લાઇફ કેવી હશે. મને નથી લાગતું કે લોકોને હંમેશાં માસ્ક પહેરવાની ફરજ પડશે. જો કે હું આશા રાખું છું કે ન્યૂ નોર્મલ સ્થિતિ એક બીજાની સાથે અને વધારે સહયોગ સાથે ઉદ્ભવશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *