અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં પડશે મુશળધાર વરસાદ..

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં પડશે મુશળધાર વરસાદ..

ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદને લઈને રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 48 કલાકમાં પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં સવારે ધુમ્મસ વારુ વાતાવરણ રહેશે અને આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પંજાબમાં અલગ-અલગ વિસ્તારમાં કમોસમી માવઠું થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ તમિલનાડુ, પોંડિચેરી અને અનેક રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે અને અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં ભારે ઉલટ પલટ થવાના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થઇ શકે છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેના કારણે રાજ્યના હવામાન નિશાન અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આ પરિસ્થિતિના કારણે ભારતના દરિયા કિનારે બંગાળ ની ખાડી અને દક્ષિણ મહાસાગર ના કેટલાક વિસ્તારોમાં સામાન્ય ગતિવિધિઓ જોવા મળશે. બંગાળની ખાડી માં લો પ્રેશર ઊભું થયું છે જેના કારણે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તે આગાહી 24 થી 48 કલાકમાં રાજ્યમાં વરસાદ પડશે તેવી કરવામાં આવી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.