અંબાલાલ પટેલે કરી ગરમીને લઇ મોટી આગાહી…!, ગુજરાતમાં આ તારીખથી પડશે કાળઝાળ ગરમી…

અંબાલાલ પટેલે કરી ગરમીને લઇ મોટી આગાહી…!, ગુજરાતમાં આ તારીખથી પડશે કાળઝાળ ગરમી…

આ વર્ષે વાતાવરણ ખૂબ જ અનિયમિત સાબિત થયું છે, તેવામાં આ વર્ષે શિયાળાની અંદર પણ ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી હતી. એમજ શિયાળાની ઋતુ ની અંદર પણ ઘણી વખત વરસાદે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ વર્ષે વાતાવરણ ની અંદર ખૂબ જ આ સમાનતા જોવા મળી હતી. દિવસેને દિવસે વાતાવરણ ની અંદર ઘણો મોટો બદલાવ જોવા મળી રહ્યો હતો.

ગુજરાતની અંદર અત્યારે વિધિવત રીતે શિયાળો વિદાય લે તેવું લાગી રહ્યું છે. તેવામાં દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યું છે. જેને કારણે લોકોને થોડી રાહત છે પરંતુ સવાલ એ છે કે આ વર્ષે જો ગરમી વધારે પડશે તો શું થશે??. પરંતુ ત્યારે બપોરના સમય દરમિયાન અત્યારે થોડી ગરમી અને ભારે તડકાનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારો ની અંદર વહેલી સવારે ઠંડી શીત લહેર જોવા મળી રહી છે.

પરંતુ તે બધી જગ્યા ઓ પર જ્યારે એ બપોર નો સમય આવે ત્યારે તડકો પોતાનો આંકરો સ્વરૂપ દેખાઈ રહ્યો છે. હજુ સુધી બપોરના સમયે તાપ એટલો બધો પડી રહ્યો નથી પરંતુ, જ્યારે આપણે બપોરના સમયે કોઈ કામ માટે બહાર જઈએ ત્યારે શરીર ઉપર પરસેવો વળી જાય છે. આ વર્ષે અને અત્યારના સમયે રાજ્યની અંદર મિશ્ર વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. તેવામાં આ વર્ષે ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો હતો તેમ જ ભારે ઠંડી પણ વર્તાઈ રહી હતી.

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીની લઈને મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, આવનારી માર્ચ મહિનાની બીજા અઠવાડિયાની અંદર રાજ્યની અંદર ગરમીનો પારો ખૂબ જ વધારે ઉપર ચડશે. તેમજ રાજ્યની ગરમીનો પારો 35 થી લઈને ૪૦ ડિગ્રીને પાર થશે. વાત કરીએ તો આવનારા ૪૮ કલાકની અંદર ધીમેધીમે ગરમી પોતાનું રૂપ ધારણ કરી શકે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના પારો આવનાર ૪૮ કલાકની અંદર 35 ડિગ્રીને પાર થશે.

વાત કરીએ તો, બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આવનારા ૪૮ કલાકની અંદર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ની અંદર હિમવર્ષા તેમ જ કમોસમી વરસાદ ના કરા પડવા તેમજ, કેટલાક વિસ્તારોની અંદર ભારે ગાજવીજ સાથે વાતાવરણ ની અંદર પલટાવવાની ભારે આશંકાઓ સેવાઈ રહી છે. જેની અસર રાજસ્થાન સુધી થઈ શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

અરબી સમુદ્રની અંદર ભેજવાળા પવનો ઉભા થવા ને કારણે ગુજરાતના દરિયાકાંઠાના ભાગો ઉપર, તેની અસરો વર્તાઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે તેને કારણે ગુજરાતના હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે, એવો અંદાજ વ્યક્ત કર્યો છે કે, રાજ્યની અંદર ભારે પવનની સાથે કમોસમી માવઠું થઈ શકે છે.

તેમજ પશ્ચિમી વિક્ષેપો અને રાજસ્થાન ની અંદર ઘણા ભાગોની અંદર સખત ફૂંકાતા પવનોને કારણે પરિસ્થિતિનો સામનો કરવો પડશે. રાજ્યની અંદર કેટલાક ભાગોમાં પવનની ગતિ ખૂબ જ સારી રહેશે તેમજ, ઘણા ભાગોમાં ભારે પવનને કારણે ઉડવાની સમસ્યાઓ પણ થઈ શકે છે, માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ શકે છે તેમજ અમદાવાદ સહિત પાંચ શહેરોની અંદર લઘુત્તમ તાપમાનનો પારો ૩૪ ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.