શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગબ્બર પર અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા, જોઈને લોકોની આંખો પહોળી થઇ ગઈ…

શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગબ્બર પર અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા, જોઈને લોકોની આંખો પહોળી થઇ ગઈ…

ભારત એક ધાર્મિક દેશ છે. અહી ઘણા બધા મંદિરો આવેલા છે. અવરનવાર કોઈને કોઈ મંદિરમાં ચમત્કાર થતાં રહે છે. ગુજરાતના અંબાજી મંદિરમાં શનિવારે પૂનમના દિવસે ભક્તોની મોટી સંખ્યામાં માતાના દર્શન કરવા આવે છે. ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગઈ પૂનમના દિવસે અંબાજીથી બે કિલોમીટર દૂર આવેલા પવિત્ર ગબ્બર સ્થાન પર સવારે આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા હતા.

ભક્તો મંદિરમાં આ દ્રશ્ય જોઈ ભાવ વિભોર થઈ ગયા અને ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નારા લગાવ્યા હતાં. આપણે સૌ જાણીએ છીએ માં અંબાનું વાહન વાઘ છે. ત્યારે આરતી સમયે અગ્નિમાં વાઘનું દ્ર્શ્ય જોઈ લોકો તેને માતાનો ચમત્કાર માનવા લાગ્યા. લોકોનું કહેવું છે કે સાક્ષાત માતા અંબાએ આવીને તેમને દર્શન દીધા છે. અગ્નિમાં દેખાતા આ વાઘની તસ્વીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

સંધ્યા આરતી સમયે અગ્નિમાં આંખ, કાન અને વાઘનું મુખ જોવા મળતા લોકો ચકિત થઈ ગયા. અંબાજી સ્થાન ગબ્બરનું ધાર્મિક મહત્વ છે. લોકો અહી દર્શન કરવા માટે આવે છે. ત્યારે ગત પૂનમે આ ઘટના દરમિયાન હાજર લોકો એવું કહી રહ્યા છે કે સાક્ષાત માતા અંબાએ તેમને દર્શન આપ્યાં છે, કારણ કે માતાનું વાહન વાઘ છે અને તેના મુખનાં અગ્નિમાં સાક્ષાત દર્શન થયા છે.

અગ્નિમાં જોવા મળેલા વાઘના દૃષ્યનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો ‘જય માં અંબે’ એવી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. વાઘનું દ્રશ્ય જોતા ભક્તો ભાવ વિભોર થઇ ગયા છે. આ ઉપરાંત પહેલા પણ કેટલીકવાર અંબાજી ધામ વાળા માં અંબાએ આવા પરચા આપીને ભક્તોની શ્રદ્ધા વધારી છે. માતાની કૃપા સદાય ભક્તો પર વરસે છે.

અંબાજી ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અંબાજી માતાના મંદિર અને ગબ્બરનું પુરાણોમાં ઘણું મહત્વ છે. અંબાજી મંદિર 52 શક્તિપીઠમાંથી એક ગણાય છે. આ ધામને માતા અંબાજીની આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. ગયા શનિવારે એટલે કે પૂનમના દિવસે અંબાજી માતાના ગબ્બર પર મોટો ચમત્કાર સર્જાયો હતો. જેને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે અને માતાનો ચમત્કાર માની રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *