ગરમી ને લઈને અંબાલાલ પટેલે ચોકાવનારી આગાહી કરી ! આગામી 28 તારીખ સુધી ગુજરાત.

ગરમી ને લઈને અંબાલાલ પટેલે ચોકાવનારી આગાહી કરી ! આગામી 28 તારીખ સુધી ગુજરાત.

એક તરફ હજુ માર્ચ મહિનાનો અંતિમ સમય છે, ત્યારે અત્યાર થી જ આકરી ગરમી પડી રહી છે. આ વર્ષે ચોમાસુ અને શિયાળો બંને ઋતુમાં ઘણીબધી અનિયમિતતા જોવા મળી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ઉનાળાની ઋતુમાં ગરમીનો પ્રકોપ કેટલો જોવા મળે છે. હાલમાં ગરમીના લીધે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ આંબાલાલ પટેલ એ ચોંકાવી દેનાર આગાહી કરી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગરમી ને લઈને અંબાલાલ પટેલે ચોકાવનારી આગાહી કરી ! આગામી સમયમાં કંઈ તારીખ થી ગરમીનું પ્રમાણ વધશે એ તમામ બાબતો અમે આપને જણાવીએ.

હાલમાં જ હવામાનનાં જાણકાર આંબાલાલ પટેલ આ અગાઉ પણ ગરમીની આગાહી કરી હતી પરંતુ જાણવા મળ્યું છે કે,તા. 27 માર્ચથી અકળાવનાર ગરમીનું પ્રમાણ વધી શકે છે અને ગુજરાતનાં મોટાભાગના શહેરો જેમ કે, અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ વગેરેમાં અકળાવનાર ગરમી પડશે અને ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમી નું પ્રમાણ વધશે. ત્યારે દરેક શહેરોમાં માર્ચના અંતિમ સમયગાળામાં ગરમી વધતા લોકો મુશ્કેલીમાં મુકાશે.

ખાસ કરીને 27 માર્ચથી લઇને 7 એપ્રિલ સુધી મધ્યગુજરાત રાજ્યના ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.માર્ચ માસમાં આવી ગરમી ક્યારેક જ પડતી હશે.આ ઉપરાંત મહત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રી અને કચ્છમાં 42 ડિગ્રી રહેવાનું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યુ છે. આકાશમાંથી અગનવર્ષો થયા બાદ વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે. કાળઝાળ ગરમીના કારણે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ સક્રિય થવાની સંભાવના રહેલી છે જેના કારણે 7 એપ્રિલ પછી હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે.

ગરમમી પડવાને કારણે અનેક બીમારીઓ થઈ શકે છે, જેમાં વૃદ્ધ અને બાળકોને લું લાગવી અને ડીહાઇડ્રેશન તેમજ ફંગલ ઇન્ફેક્શન જોવા મળી શકે છે. ત્યારે આવી આકરી ગરમીમાં પણ તમારા સ્વાસ્થ્ય ની તકેદારી રાખો અને ગરમીમાં સ્વસ્થ રહો. બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો તેમજ પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. આવનાર સમયમાં વંધુ પ્રમાણમાં ગરમી પડશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.