અલરોઝાએ SDBના ચેરમેન વલ્લભભાઈ લખાણીને પાઠવ્યો ખાસ પત્ર અને કહ્યુ- રફની અછત નહીં આવવા દઈએ…

DIAMOND TIMES – યુક્રેન કટોકટીને વૈશ્વિક અશાંતિ તરીકે વર્ણવતા અલરોઝાએ તેમના વિદેશી ગ્રાહકોને ઇ-મેઇલ કર્યા છે. જેમા જણાવ્યુ છે કે રફ હીરાના વેપારની રોજીંદી કામગીરી કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે.

બીજી તરફ યુદ્ધને લીધે હીરા ન મળવાની અફવાને પગલે અલરોઝાએ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી ને પણ ખાસ પત્ર પાઠવી હૈયા ધારણા આપી છે. પત્રમાં અલરોઝએ સ્પષ્ટ શબ્દોમાં સુરત ના હીરા ઉદ્યોગને ખાત્રી આપતા કહ્યુ છે કે ચિંતા ન કરો, રફની અછત નહીં આવવા દઈએ.નોંધનિય છે કે સુરતનો હીરા ઉદ્યોગ કુલ જરૂરીયાત પૈકી ખુબ મોટો જથ્થો રશિયાથી સીધી આયાત કરે છે.

રફ હીરાની વર્તમાન સ્થિતિ અંગે અનેક ઉદ્યોગકારોએ તેમના પ્રતિભાવમાં કહ્યુ કે હજુ ફેક્ટરી માલિકો અને વેપારીઓ પાસે રફ હીરાનો સ્ટોક છે ત્યાં સુધી વાંધો નથી. પરંતુ બહારથી આવતી રફના ભાવ ઊંચા જશે અને તૈયાર માલ વેચાશે નહીં ત્યારે તેની મોટી અસર સુરતની ઇકોનોમી પર જોવા મળશે. જો કે અત્યારે જ કેટલાક નાના વેપારીઓએ તૈયાર માલ ખરીદવાનું બંધ કર્યું છે.તો તેની સામે રફ વિક્રેતાઓએ રફ વેચવાનું પણ બંધ કરી દીધું છે.

અલરોઝાએ વિદેશી ગ્રાહકોને કરેલા ઇ-મેઇલમાં જણાવ્યુ છે કે રફ હીરાના વેપારની રોજીંદી કામગીરી કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે.વળી ડોલર,યુરો અથવા અન્ય કરન્સીમાં કંપનીના વ્યવહારો પર કોઈ નિયંત્રણો નથી. અમારી પાસે બેંકિંગ ભાગીદારોની વિવિધ શ્રેણી છે.જે અમને કોઈપણ વિલંબ વિના સામાન્ય રીતે કામ કરવાની મંજૂરી અને સવલત આપે છે. તેમણે એમ પણ કહ્યુ કે અલરોઝાના માથે ટૂંકા ગાળાનું કોઇ ૠણ નથી. પરિણામે નાણાકીય બજારોમાં વધારાની મૂડી ઊભી કરવાની કંપનીને કોઈ જરૂરિયાતો પણ નથી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.