કાળિયાબીડવાળા મેલડીમાંના દરબારમાં જેટલા પણ દુખીયાઓ આવે છે, તે બધા જ ભક્તો જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરે છે…

આજે પણ આપણને દેવી-દેવતાઓના પરચાઓ જોવા મળતા હોય છે અને તેથી જ ભક્તોને જયારે પણ કોઈ સમસ્યા જણાય તો સીધા મંદિરમાં જઈને માનતા માંગતા હોય છે. એટલે જ દેવી-દેવતાઓ ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી કરતા હોય છે. આજે આપણે ભાવનગરમાં આવેલા કાળીયાબીડ વાળા મેલડી માતાજીના મંદિર વિષે જાણીએ.આ મંદિર ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલું છે, આ મંદિરમાં દર્શને આવતા ભક્તોના બધા જ દુઃખો માં મેલડી દૂર કરે છે અને ભક્તોના જીવનમાં ખુશીઓ ભરી દે છે.
આ મંદિર ઘણા વર્ષો જૂનું છે, એટલે જ આ વિસ્તારમાં જો કોઈ પણ વ્યક્તિ જમીન કે જગ્યા લે તો પણ માતાજીને લાપસી કરવા માટે આવે છે. ત્યારપછી માતાજીને તાવા અને સુખડીની કરવામાં આવે છે.
ઘણા વર્ષો પહેલા અહીંયા જંગલ જેવું હતું અને અહીંયા કોઈ નહતું રહેતું એટલે તેને બીડ કહેવામાં આવ્યું હતું. એ સમયે કાલિયા કટારીયાએ આ જગ્યા પર માં મેલડીના બેસણા કર્યા હતા. તેઓ આ બીડમાં એટલા માટે આવ્યા હતા કે તેમને કોઈ તકલીફ પડી હતી એટલે તેઓ અહીંયા આવી ગયા હતા અને માં મેલડીને પોકાર કરી હતી.
માં આ દુનિયામાં મારુ કોઈ નથી, અને તે એક સમસ્યામાં ફસાયો હતો એટલે માં મેલડીને તેને કહ્યું કે, મને આ સમસ્યામથી બહાર કાઢો માં તો અહીંયા તમારું સ્થાનક બનાવીશ. એવામાં માં મેલડીનો અવાજ કાળીયાને સંભળાયો અને માં સાથે બધી જ કાલિયાએ વાત કરી હતી. તેનું કામ થતા માતાજીનું સ્થાનક કાળીયાએ મંદિર બંધાવ્યું હતું.
ત્યારથી જ આ મંદિરને કાળિયાબીડની માં મેલડી તરીકે ભક્તો ઓળખે છે અને અહીંયા રોજે રોજ ભક્તો માં મેલડીના દર્શને આવે છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરે છે.