બસ હવે આ જ બાકી હતું- પહેલી સાથે દિવસમાં, બીજી સાથે રાતમાં અને ત્રીજી પત્નીને ગામમાં જઈને પ્રેમ કરતો હતો પતિ!

બસ હવે આ જ બાકી હતું- પહેલી સાથે દિવસમાં, બીજી સાથે રાતમાં અને ત્રીજી પત્નીને ગામમાં જઈને પ્રેમ કરતો હતો પતિ!

ગિરિડીહ : કોમડી કિંગ કપિલ શર્માની બોલિવૂડ ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’ જેવી ફિલ્મી કહાની ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં જોવા મળી છે. જે રીતે ફિલ્મમાં કપિલ શર્મા ત્રણ-ત્રણ પત્નીઓના ચક્કરમાં પડે છે અને પરેશાન થાય છે તેવી જ રીતે ગિરિડીહ જિલ્લામાં એક વ્યક્તિની ત્રણ-ત્રણ પત્નીઓનો ખુલાસો થયો છે. મરકોપામાં સિકંદર વિશ્વકર્માની ત્રણ પત્નીઓ છે. પ્રથમ પત્ની ગિરિડીહ જિલ્લાના મરકોપા ગામની છે. બીજી પત્ની રજની દિલ્હીની અને ત્રીજી પત્ની ઉત્તર પ્રદેશની રહેવાસી છે પણ તે દિલ્હીમાં રહે છે.

આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે બીજી પત્ની રજની પતિને શોધતા પોતાના સાસરિયા ઘોડથંબાના મરકોપા ગામ પહોંચી હતી. અહીં પહોંચવા પર ખબર પડી કે અહીં તેની એક પત્ની બસંતી છે. બસંતીને 2 પુત્ર અને એક પુત્રી છે. આ મામલે પત્નીએ ન્યાય માટે પોલીસ પાસે જવાની વાત કહી છે.

એકને દિવસમાં તો બીજીને રાતમાં આપતો હતો ટાઇમ

બતાવવામાં આવી રહ્યું છે કે સિકંદર છેલ્લા 15 વર્ષોથી દિલ્હીમાં રહે છે. તે દિલ્હીની અનંત રાજ કંપનીમાં કામ કરે છે. રજની પણ ત્યાં કામ કરતી હતી. સિકંદરે રજનીને પ્રેમ જાળમાં ફસાવી અને 1 જુલાઇ 2014ના રોજ તેની સાથે લગ્ન કર્યા હતા. આ પછી સિકંદરે 2020માં યૂપીમાં રહેતી અંજલિને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કર્યા હતા. અંજલિ પણ દિલ્હીમાં રહે છે. એક પત્નીને દિવસમાં તો બીજી પત્નીને રાત્રે સમય આપતો હતો. જોકે એક દિવસે સિકંદરનો મોબાઇલ રજની પાસે રહી ગયો હતો. ત્યારે ફોનમાં ત્રીજી પત્ની સાથેની વાતચીતની રેકોર્ડિંગ સામે આવી હતી.

બીજી પત્ની મારકોપા ગામ પહોંચી ત્યારે આ ખુલાસો થયો હતો. સિકંદર શર્માએ ત્રણેય પત્નીઓથી છુપાવીને રાખ્યું હતું કે તેના લગ્ન થઇ ચૂક્યા છે. આ ઘટના પછી ઘણા લોકો હસી રહ્યા છે તો ઘણા લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

મહિલા સંગઠનોનો વિરોધ

એક નારી સંગઠન પદાધિકારી રેખા શર્માનું કહેવું છે કે આ આખો મામલો મહિલાઓ સાથે ફ્રોડનો છે. મહિલા સંગઠન પદધિકારી કવિતા મુર્મૂએ કહ્યું કે આ મામલો મહિલાઓને નિજતાનું હનન પણ છે. તેણે ત્રણેય યુવતીઓ સાથએ ખોટું કર્યું છે. આ મામલે કાનૂન પ્રમાણે તેના પર કાર્યવાહી થવી જોઈએ.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275