સ્મશાનમાં 4300 સ્વર્ગસ્થને અંતિમ મંજીલે પહોંચાડનાર રથના સારથી બચુબાપાનું નિધન થતા બધા ભાવુક થયા…

જો સૌથી મોટો કોઈ ધર્મ હોય તો એ છે માનવતા નો ધર્મ અને ઘણા લોકો માનવ સેવા કરી ને આ વાત ને પુરવાર કરતા હોય છે ત્યારે આજે એવા જ એક વ્યકિતની વાત કરીશું જેણે માનવતાની એક મિસાલ કાયમ કરી છે. જેનુ નામ છે બચુબાબા છે જે હવે આ દુનીયા મા નથી રહ્યા.
જો બચુબાપાની વાત કરવામા આવે તો તેવો અમરેલી જીલ્લાના કેરીયારાેડ પર આવેલ કૈલાશ મુકિતધામ સ્મશાનમા રથમા સારથી તરીકે સેવા આપતા હતા બચુદાદા એ અત્યાર સુધી મા કુલ 4300 જેટલા સ્વર્ગસ્થને અંતિમ મંજીલે પહોંચાડ્યા હતા અને અનોખી સેવા આપી હતી આજે જ્યારે તેવોનુ નીધન થયુ ત્યારે અમરેલી મા શોખ ની લાગણી પ્રસરી ગઈ હતી અને લોકો એ શ્રધ્ધાંજલી પાઠવી હતી.
બચુદાદા આ અગાવ એસ.ટી મા ફરજ બજાવતા હતા અને જયારે તેવો નિવૃત થયા તો તેવો એ નક્કી કર્યુ કે તેવો કૈલાશ મુકિતધામ ખાતે રથમા સારથી તરીકે સેવા આપશે. બસ ત્યાર થી જ બચુબાપા આ સેવા કાર્ય કરવા લાગ્યા અને 4300 જેટલા લોકો ના અંતિમ મંઝીલ સુધી પહોચતા હતા. આ અંગે હરિભાઇ બાંભરાેલીયાએ જણાવ્યું હતુ કે કૈલાશ મુકિતધામના એક પાયાના પથ્થરને ગુમાવ્યા છે. સ્વ.બચુબાપાને સંતાનમા છ દીકરીઅઓ હતી. 4300 જેટલા લાેકાેને અંતિમ સફરે લઇ જનાર બચુબાપાની અંતિમ સફરમા ભાવુક દ્રશ્ય સર્જાયા હતા.