અખિલેશે કહ્યું- કહ્યું ઝાડ નીચે પથ્થર મુકીને લાલ ધજા ફરકાવો એટલે મંદિર બની જાય છે…

અખિલેશે કહ્યું- કહ્યું ઝાડ નીચે પથ્થર મુકીને લાલ ધજા ફરકાવો એટલે મંદિર બની જાય છે…

અયોધ્યોની મુલાકાતે પહોંચેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક વિવાદાસ્પદ નિવેદન કરીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. અખિલેશના નિવેદનથી ભાજપ અને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વિપક્ષના નેતા અખિલેશ યાદવે જ્ઞાન વ્યાપી સર્વેના સંદર્ભમાં કહ્યું કે હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પથ્થર મૂકો, લાલ ઝંડો લગાવો, પીપળના ઝાડ નીચે મંદિર બની જાય. અખિલેશનાઆ નિવેદન માટે સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને હિન્દુ ધર્મનું અપમાન ગણાવી રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે.. જ્યાં તેમને જ્ઞાનવાપી મસ્જિદના સર્વે દરમ્યાન શિવલિંગ મળવાના દાવા પર એક પ્રેસ કોન્ફરન્સમાં સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે, અમારા હિંદુ ધર્મમાં પીપળના ઝાડ નીચે પથ્થર અને લાલ ઝંડો લગાવો તો મંદિર બની જાય છે. લોકો ત્યાં પૂજા કરવા લાગે છે. આ સાથે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે મોંઘવારી અને બેરોજગારીથી ધ્યાન હટાવવા માટે આ મુદ્દાઓ લાવવામાં આવી રહ્યા છે.

એન્કર સુશાંત સિન્હાએ અખિલેશ યાદવના નિવેદન પર ટિપ્પણી કરી, કાર સેવકો પર ગોળીબારથી લઈને જ્ઞાનવાપી પર હિંદુ આસ્થાનું અપમાન કરવા માટે લગભગ ત્રણ દાયકા વીતી ગયા, પરંતુ આ લોકોમાં કંઈ બદલાયું નથી.અંકિત યાદવ નામના એક યુઝરે ટિપ્પણી કરી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અખિલેશ યાદવ, તમે તમારી જાતનો વિનાશ કરી રહ્યા છો.

યોગેન્દ્ર નામના યુઝરે કોમેન્ટ કરી, તમારા ધર્મ પ્રત્યે આવી પ્રતિક્રિયા તમને વધુ નીચે ડૂબાડી દેશે. સુમન ત્રિપાઠી નામના યુઝરે કમેન્ટ કરી છે કે તમારે મુસ્લિમ ધર્મ, વિશે પણ થોડું જણાવવું જોઈએ જ્ઞાનીજી. રસ્તાની બાજુમાં રેલ્વે સ્ટેશન પર લીલી ચાદર નાખો તો મસ્જિદ બની જાય છે. શિખા સિંહ નામના ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું કે જે લોકો કાર સેવકોનો જીવ ગોળીઓથી લે છે તેઓ પ્રાણ પ્રતિષ્ઠા વિશે કેવી રીતે જાણશે? જે વ્યકિત તેના પિતા અને કાકાના થયા તે હિંદુ ધર્મના કેવી રીતે થશે? અખિલેશ યાદવ તેમના પતન તરફ આગળ વધી રહ્યા છે. ગૌરવ નાગર નામના ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું કે, દોષ તમારો નથી ગુરુજીનો છે. પછી કહેવા લાગે છે કે EVM હેક થઇ ગયું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275