સાબરમતી રિવરફ્રન્ટથી ફરી ઉડશે સી પ્લેન, જાણો ટિકિટની કિંમત

સાબરમતી રિવરફ્રન્ટથી ફરી ઉડશે સી પ્લેન, જાણો ટિકિટની કિંમત

31 ઓક્ટોબર 2020થી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ થયેલી સી પ્લેનની સર્વિસ 10 એપ્રિલ 2021 સુધી જ ચાલી હતી. ત્યાર પછીથી આ સેવા બંધ છે. હવે ફરીથી સી પ્લેનની આ સુવિધા શરૂ થઈ રહી છે. તેમાં 80 દિવસ સુધી સી પ્લેનની સર્વિસની તમામ વ્યવસ્થા અને જવાબદારી કેન્દ્ર સરકાર સંભાળતી હતી.

સી પ્લેન રોજ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ સુધીના બે ફેરા કરશે

રાજ્ય સરકારની કોઇ જ ભૂમિકા નહોતી. બીજી બાજુ સી પ્લેનની સુવિધા લોકો માટે આકર્ષકનું કેન્દ્ર બની હતી. દરમિયાનમાં લોકો તરફથી સી પ્લેનની સુવિધા શરૂ કરવાની માગણીઓ આવી રહી હતી. જેને પગલે ગુજરાત સરકારે સી પ્લેનની સુવિધા નવેસરથી ચાલુ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગત ડિસેમ્બર મહિનામાં સી પ્લેનની સુવિધા શરૂ કરવા માટેનું ટેન્ડર જારી કરાયું હતું. તેમજ ત્રણ ખાનગી કંપનીઓએ ટેન્ડર ભર્યું હતું. જેમાં સૌથી ઓછા ભાવ ભરનારી કંપનીને સી પ્લેન ઉડાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ કંપની ત્રણ વર્ષ સુધી સેવા આપશે. કંપનીનું સી પ્લેન રોજ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ સુધીના બે ફેરા કરશે.

આગામી જૂન મહિનામાં સી પ્લેનની સેવા ફરીથી શરૂ થઈ જશે

સિંગલ એન્જિન સાથેનું સી પ્લેન 9 સીટરનું રહેશે. તથા અઠવાડિયામાં છ દિવસ સી પ્લેન ઉડાન ભરશે. તેમજ ગુજરાત સરકારની કંપની ગુજસેલ દ્વારા ટિકિટનો દર નક્કી કરાયો છે. મુસાફર દીઠ ટિકિટનો દર રૂ.4999 રહેશે. જ્યારે સ્ટાફ સહિતની અન્ય કામગીરી તેમજ જરૂરી મેન્ટેનન્સ ખાનગી કંપનીને કરવાનું રહેશે. તથા ટિકિટની તમામ આવક કંપનીએ ગુજસેલને આપવાની રહેશે. સી પ્લેન ચલાવવાનો મહિનાનો ખર્ચ રૂપિયા 1.62 કરોડનો થશે. તથા કંપનીએ મીનીમમ 80 કલાકનું ઓપરેશન ચાલુ રાખવાનું રહેશે.

મહિનામાં મહત્તમ 100 કલાકની ઉડાન ભરી શકાશે

રોજ ચાર ફ્લાઈટની સેવા શરૂ કરાશે. અને મહિનામાં મહત્તમ 100 કલાકની ઉડાન ભરી શકાશે. 936 સીટ પેટે કુલ રૂ.46 લાખની આવક થશે. VGF-વાયએબિલિટી ફંડિંગ એમાઉન્ટ પ્રતિ મહિનાની રૂપિયા 82.80 લાખની રહેશે. એટલે કે સી પ્લેનનો કોન્ટ્રાક્ટ મેળવનારી કંપનીને સરકાર મિનિમમ આટલી રકમ આપશે. ખાનગી કંપનીએ વિદેશથી સી પ્લેન મંગાવ્યું છે. તેમજ કેન્દ્ર સરકારની જરૂરી પરવાનગી મેળવવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. જેથી આગામી જૂન મહિનામાં સી પ્લેનની સેવા ફરીથી શરૂ થઈ જશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.