હ’ત્યારા ફેનિલની કરમ કુંડળી આવી સામે, કઈક આવા નક્કામા કામ કરતો હતો, જાણીને…

હ’ત્યારા ફેનિલની કરમ કુંડળી આવી સામે, કઈક આવા નક્કામા કામ કરતો હતો, જાણીને…

હત્યારા ફેનિલ ની કરમ કુંડળી આવી સામે, કઈક આવા નક્કામા કામ કરતો હતો હરામી – જાણી ને તમારું ખૂન ખોળી ઉઠસે,સુરતના કામરેજના પાસોદરા ખાતે એક તરફી પ્રેમનાં પાગલ 20 વર્ષિય યુવકે 21 વર્ષિય યુવતીનું ગળું કાપી જાહેરમાં રહેસી નાખી હતી. યુવકે ગ્રીષ્માની માતા અને ભાઈની આંખ સામે જ તેનું ગળું કાપી નાંખ્યું હતું. જાહેરમાં બનાવ બનતા તથા હત્યાનો વીડિયો ફરતો થતા માત્ર સુરત જ નહી આખા રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી તરફે ભારે ફીટકાર વરસી રહી છે.

ફેનિલ ગોયાણી કોલેજકાળથી જ ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો. ગેરકાયદે કપલ બોક્સ કાફે ચલાવતો હતો. જ્યારે કોલેજકાળમાં છોકરીઓની છેડતી કરવી તેના માટે સામાન્ય બાબત હતી. કોલેજ કેમ્પસમાં હથિયારો લઈને દાદાગીરી પણ કરતો હોવાનું સામે આવ્યું છે.ફેનિલ સુરતની અમરોલી વિસ્તારની આર.વી પટેલ કોલેજના બીકોમમાં અભ્યાસ કરતો હતો.

જૂન 2020માં કોલેજના પ્રથમ વર્ષમાં જ પૂરતી હાજરી ન હોવાને કારણે તેને પરીક્ષા આપતો અટકાવી દેવાયો હતો. તેનું ફોર્મ વિથડ્રોલ કરાવી દેવાયું હતું. યુવતી પણ એ જ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ફેનીલ માત્ર આ જ યુવતી નહીં. પરંતુ, અન્ય યુવતીઓ સાથે પણ ફરતો દેખાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.ફેનીલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.

જેમાં તે કોલેજના યુવક યુવતીઓને બેસવાની સૂવાની અને બીજી વ્યવસ્થા કરી આપતો હતો. સેવન સ્ટાર નામથી કપલ બોક્સ કાફે કાપોદ્રા વિસ્તારના સ્કાય લાર્ક શોપિંગ સેન્ટરમાં ચલાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારબાદ મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલમાં સેવન સ્ટાર કાફે નામથી બીજાનું કપલ બોક્સ ચલાવતો હતો.

સેવન સ્ટાર કાફેમાં ચાલતાં કપલ બોક્સ કોલેજીયન યુવક-યુવતીઓને ભાડેથી આપતા હતા.જેનો મસમોટો ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો. સેવન સ્ટાર કાફે કપલ બોક્સમાં ફેનિલ સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા છે. તેમાં રોકાણ કરનારાઓની તપાસ થવી આવશ્યક છે.ફેનિલ ગોયાણી અને તેની સાથે સંકળાયેલા સાગરીતો આ પ્રકારના ધંધામાં ખૂબ જ સક્રિય હતા. ફેનિલ પોતે ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યોનો બંધાણી હોય તેવી ચર્ચા શહેરમાં થઈ રહી છે. જો પોલીસ આ દિશામાં પણ તપાસ કરે તો ડ્રગ્સ સાથે જોડાયેલા કેટલાક નામો પણ બહાર આવી શકે છે. જે યુવાનોને આ પેડલરો થકી હાથ વગું પોહોચાડી દે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.