આ વેબ સિરીઝ જોયા બાદ, ફેનિલે ડિસેમ્બરમાં જ ગ્રીષ્માને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો, વધુ એક ચોંકાવનારો ખુલાસો…

આ વેબ સિરીઝ જોયા બાદ, ફેનિલે ડિસેમ્બરમાં જ ગ્રીષ્માને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો, વધુ એક ચોંકાવનારો ખુલાસો…

એ તો તમે જાણો જ છો કે આજકાલ ક્રાઇમ આધારિત સિરિયલો અને ફિલ્મો તેમજ વેબ સિરીઝમા ઘણો વધારો થઈ રહ્યો છે એક તરફ ક્રાઇમ આધારિત ફિલ્મો અને વેબ સિરીઝ બનાવી નિર્માતાઓ અઢળક રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

બીજી તરફ આવી હત્યા અને ગુનાખોરીને ખુલ્લેઆમ બતાવતી ફિલ્મો અને વેબ સિરીઝ જોઈને યુવાનોના માનસ પર તેની વિકૃત અસર પડી રહી છે હશો જેનું સૌથી મોટું ઉદાહરણ છે સુરતમાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ હશે.

સુરતના પાસોદ્રા વિસ્તારમાં જાહેરમાં કરાયેલી ૨૧ વર્ષીય ગ્રીષ્માની હત્યાનો કેસ આજે દરેક વ્યક્તિ માટે એક ચર્ચાનો વિષય બની ગયો છે દરેક વ્યક્તિ એવું વિચારવા પર મજબૂર થયો છે કે આરોપીએ આ હત્યાનો પ્લાન કેવી રીતે બનાવ્યો.

જોકે હત્યા બાદ કરાયેલી આરોપીની ધરપકડ બાદ એક બાદ એક વાતો સામે આવી રહી છે.હાલમાં જ એક ખબર સામે આવી છે જે અનુસાર આરોપી ફેનિલે આ હત્યાનો પ્લાન ડિસેમ્બર મહિનામાં જ બનાવી દિધો હતો.

ફેનિલે આશ્રમ, ભૌકાલ અને બદલાપુર જેવી વેબ સિરીઝ જોઈ હતી જે બાદ તેને ડિસેમ્બરમાં જ ગ્રીષ્માની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ ડિસેમ્બરમાં તેના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી તેને આ હત્યાને ફેબ્રુઆરીમાં અંજામ આપ્યું હતું.

જણાવી દઇએ કે હાલમાં જ આરોપીની એક ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં તે હત્યા કરવા અંગે મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. આ ઓડિયો સામે આવ્યા બાદ તેને એફએસએલમા લઇ જઇ તેના અવાજના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.