ગ્રીષ્માની અંતિમ વિદાય પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પરિવારને વિડીયો કોલ કર્યો, પરિવારે કરી આ ખાસ માંગ…

ગ્રીષ્માની અંતિમ વિદાય પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પરિવારને વિડીયો કોલ કર્યો, પરિવારે કરી આ ખાસ માંગ…

સુરતમાં એક તરફી પ્રેમનો ભોગ બનેલી દીકરી ગ્રીષ્માને ગઈ કાલે ભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી. દીકરીને અંતિમ વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આની સાથે જ આખા રાજ્યમાં દીકરીને ન્યાય અપાવવાની માંગ તેજ બની ગઈ છે. મોટા મોટા રાજનેતાઓથી લઈને મોટા કલાકારો પણ આજે દીકરીને ન્યાય અપાવવા માટે માંગ કરી રહ્યાં છે.

માતાની સામે જ દીકરીની હત્યા કરી દેવામાં આવી હતી. તેનાથી દુઃખની વાત બીજી કઈ હોઈ શકે છે. આજે માતા પિતાની આંખો માંથી આંસુ નથી સુકાતા. ત્યારે દીકરીની અંતિમક્રિયા પત્યા પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગ્રીષ્માના પરિવારને વિડિઓ કોલ કર્યો હતો અને દીકરીના માતા પિતા સાથે વાત કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દીકરીના આરોપીને કડક માંથી કડક સજા કરવામાં આવશે. દીકરીને પૂરો ન્યાય આપવામાં આવશે. જેનાથી એક સંદેશો જાય કે બીજો કોઈ યુવક દીકરી સાથે આવું કરવાની હિંમત નહિ કરે.

ગ્રીષ્માના પરિવારને પણ મુખ્યમંત્રી સાથે વાત કરીને થોડી રાહત મળી હતી કે દીકરીને હવે જરૂરથી ન્યાય મળશે.પરિવારે પણ જણાવ્યું હતું કે આરોપીને જલ્દી અને કડક માંથી કડક સજા કરવામાં આવે તેની પરિવાર દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે.

આરોપીને સજા થશે ત્યારે દીકરીને યોગ્ય ન્યાય મળશે. ગ્રીષ્માના પરિવારે જણાવ્યું કે આરોપીને યોગ્ય સજા કરીને એવો દાખલો બેસાડવામાં આવે કે બીજી કોઈ દીકરી સાથે આવું ન થાય.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275