ગ્રીષ્મા વેકરિયાના મૃ’ત્યુ પછી તેનો ગરબા ગાતો અંતિમ વિડીયો જોઇને દરેક લોકો ભીની આંખે રડી પડ્યા…

12 ફેબ્રુઆરીના દિવસે જે ઘટના સુરતમાં બની હતી તે ઘટના હજુ સુધી ગુજરાતમાં કોઈ વ્યક્તિ ભૂલી શક્યું ન હતું, દરેક લોકો ગ્રીષ્માને યાદ કરીને ખુબ જ રડી રહ્યા હતા, હાલમાં પોલીસ પણ આ ઘટનાની તપાસ કરી રહી હતી,
આ ઘટનાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ગ્રીષ્મા 12 ફેબ્રુઆરીના દિવસે કોલેજમાં ગઈ હતી, ત્યારબાદ તે ઘરે આવી તે દિવસે એકતરફી પ્રેમી ફેનિલે તેનું મૃત્યુ કર્યું હતું.
ગ્રીષ્માનું મૃત્યુ તેના પરિવારના લોકોની સામે જ ફેનિલે જાહેરમાં કર્યું હતું, આ ઘટના જોઈને બધા લોકો ચોકી ગયા હતા, ગ્રીષ્માના મૃત્યુ બાદ તેના પિતા દક્ષિણ આફ્રિકાથી ઘરે પરત આવ્યા અને તેમની એકના એક લાડલી દીકરીના મૂર્તદેહને જોઈને રડતા રડતા તે જગ્યા પર ઢળી પડ્યા હતા, ગ્રીષ્માના મૃત્યુનો સૌથી વધારે આઘાત તેના પિતાને લાગ્યો હતો.
ગ્રીષ્માના પિતા હજુ સુધી તેમની દીકરીને અડધી રાતે પણ યાદ કરીને રડી પડતા હતાં, ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને તેમના પરિવારના દરેક લોકો જલ્દીથી જલ્દી ગ્રીષ્માને ન્યાય મળે તેની માંગણી કરતા હતા,
ગ્રીષ્માના મૃત્યુ બાદ ફેનિલને સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં બંધ કરવામાં આવ્યો હતો, ગ્રીષ્માના મૃત્યુ બાદ તેનો છેલ્લો ગરબા ગાતો વિડિઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ વાયરલ થયેલો વિડિઓ જોઈને દરેક લોકો ભાવુક થઇ ગયા અને ગ્રીષ્માનો ગરબા ગાતો વિડિઓ જોઈને દરેક લોકો ભીની આંખે રડી પડ્યા હતા, ગ્રીષ્માના આ વિડીયોને જોઈને તેના પિતાએ કહ્યું હતું કે
ગ્રીષ્માને નાનપણથી ગરબા ગાવાનો ખુબ જ શોખ હતો, તેથી ગ્રીષ્માના પિતા પણ તેમનો ગરબા રમતો અંતિમ વિડિઓ જોઈને ભીની આંખે રડી પડ્યા અને કહેવા લાગ્યા કે મારી દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે.