કેન્સરમાંથી સ્વસ્થ થયા આ અભિનેતા પોતાની પત્ની સાથે આવ્યા સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને, કહ્યું, “દાદાના દર્શનાર્થે આવવાની ખૂબ જ ઈચ્છા…”

ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલુ કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. તેમને સાળંગપુર હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા વર્ષ જૂના આ મંદિરમાં ખાસ કરીને મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના કેટલાક ફેમસ સેલિબ્રિટી પણ આ મંદિરના દર્શનાર્થે આવી ચૂક્યા છે. હાલમાં જ બોલિવુડ એક્ટર અને ડિરેક્ટર મહેશ માંજરેકર તેમના પત્ની સાથે સાળંગપુર હનુમાનના દર્શન કરવા માટે ગુજરાત આવ્યા હતા. તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હનુમાનજી સમક્ષ માથું ટેકવ્યા બાદ મહેજ માંજરેકરે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મુલાકાત પણ કરી હતી. તેમણે પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના આશીર્વાદ લીધા હતા.
સંતોના દર્શન કરીને મહેજ માંજરેકરે ધન્યતા અનુભવી હતી. તો સંતોએ પણ એક્ટરનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને ભેટમાં હનુમાનજીની સુંદર મૂર્તિ ભેટમાં આપી હતી. સાળંગપુર હનુમાનના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ તસવીરો શેર કરવામાં આવી છે.
હનુમાનજીના દર્શન કર્યા બાદ મહેજ માંજરેકરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેમના ઘરમાં પણ દાદાની મૂર્તિ છે. તેઓ ઘણા સમયથી દર્શન કરવા આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા અને આખરે તે સફળ થતા તેઓ ખુશ થયા હતા.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, મહેજ માંજરેકર એક્ટર અને ડિરેક્ટર તરીકે ઘણી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. તેમના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ’ 2021માં રિલીઝ થઈ હતી. જેમાં સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાણા હતા. ફિલ્મને ફેન્સ તરફથી સારી પ્રતિક્રિયા મળી હતી. તેમણે વાસ્તવ, કાંટે, મુસાફિર, વોન્ટેડ અને બોડીગાર્ડ જેવી ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કર્યું હતું.
મહેજ માંજરેકરની દીકરી સઈ માંજરેકર પણ પિતાના પગલે બોલિવુડમાં પગ મૂકી ચૂકી છે. તેણે સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની ‘દબંગ’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ‘દબંગ 3’થી ડેબ્યૂ કર્યું હતુ.