ઘણા વર્ષો બાદ કપાસના ભાવમાં ભૂક્કા બોલાવતી તેજી, જાણો આજના કપાસના બજાર ભાવ…

સૌરાષ્ટ્રના કપાસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ખેડૂતોને ગુજરાત કપાસ મા ખૂબ સારી આવક થઈ રહી છે. કપાસના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે. સારી કોલેટી ખેડૂતોને એકદમ બેસ્ટ ભાવ મળી રહ્યો છે. કપાસના ભાવ 2025 થી લઈને 2030 રૂપિયા સુધી બોલાય રહ્યા છે.મીડીયમ થી હલકા કપાસના ભાવ 1600 થી લઈને 1950 રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે.
અને જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં કપાસના ભાવમાં હજુ પણ 40 રૂપિયાનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના ઊંચા કપાસના ભાવ બે હજાર રૂપિયાને પાર બોલાઇ રહ્યા છે. અમરેલીમાં કપાસનો ભાવ 1390 થી લઈને 2121 રૂપિયા બોલાવી રહ્યો છે.
જેતપુર માં કપાસ નો ભાવ 1211 થી લઈને 2141 રૂપિયા બોલાવી રહ્યો છે. બોટાદમાં સૌથી વધુ આવક થતી હોય છે. અને ત્યાંના કપાસની ક્વોલીટી પણ સારી હોવાને કારણે કપાસનો ભાવ 2200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1600 થી 2100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કડી અને મહુવામાં કપાસના ભાવ ખૂબ સારા એવા બોલે રહ્યા છે.
ત્યાં કપાસનો ભાવ 2081 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ગોંડલના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 2,136 રૂપિયાને પાર જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ 2025 થી લઈને 2030 રૂપિયા સુધી બોલાય રહ્યા છે.
હળવદ ના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1534 થી 1996 રૂપિયા સુધી પહોંચી ગયો છે. મીડીયમ થી હલકા કપાસના ભાવ 1600 થી લઈને 1950 રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે.