પત્નીની હ’ત્યા કર્યા બાદ પતિએ એસીડના ઘૂંટડા પી લીધા, જાણો તેની પાછળનું રહસ્ય…

પત્નીની હ’ત્યા કર્યા બાદ પતિએ એસીડના ઘૂંટડા પી લીધા, જાણો તેની પાછળનું રહસ્ય…

હાલના સમયમાં હત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યો છે. લોકો માં થતી ખૂબ જ નાની નાની તકરારો તે હત્યામાં પરિવર્તિત થઈ જતી હોય છે. આવો જ ત્યાં એક બનાવ દેવભૂમિ દ્વારકા થી સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં લખમણભાઇ અને સંતોકબેન નામના પતિ પત્ની રહે છે.

થોડા સમય પહેલાં લખમણભાઇ અને સંતોકબેન વચ્ચે કોઈ બાબતને લઈને તકરાર થઇ હતી. જેના કારણે લખમણભાઇ નામના ૫૦ વર્ષના આધેડને વ્યક્તિએ પોતાની પત્ની પર ઘાતકી હુમલો. કરીને તેની હત્યા કરી હતી. આ હત્યા બાદ લખમણભાઇ ને મૂંઝવણ થતાં તેમણે ઘટના સ્થળે જ એસિડ નો ઘૂંટડો ભરીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો..

પરંતુ તેના આસપાસના લોકોને આ બાબતની જાણ થતા તેઓ તરત જ લખમણભાઇ હોસ્પિટલ સારવાર માટે લઈ લઈ ગયા હતા. પરિવારમાં આ કૃત્ય થતા જ અન્ય પરિવારજનોને પણ ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો છે. પત્નીની હત્યા બાદ એસિડ પી ને પોતાની આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા લખમણભાઇ ને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે…

તેમજ મૃતક સંતોક બહેનના મૃતદેહને પરિવારજનો દ્વારા અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ પોલીસ દ્વારા લખમણભાઇ ની પૂછપરછ જ હોસ્પિટલમાં જ ચાલી રહી છે. પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ દ્વારા જાણવા મળ્યું છે કે, પત્ની સાથેની નજીવી તકરાર ને કારણે ૪૭ વર્ષીય લખમણભાઇ પોતાની પત્ની પર ઘાતકી હુમલો કરીને તેની હત્યા કરી નાખી છે.

વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે લખમણભાઇ પોતાની પત્નીના માથા તેમજ મોઢા ઉપર એકથી વધુ ઘા કરીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અમુક પારિવારિક કલેશ ના કારણે પતિ-પત્ની વચ્ચેની તકરાર એ અત્યાર સુધી પહોંચી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.