લગ્નના 3 મહિના પછી પતિ વિદેશ જતો રહ્યો, બાદમાં છૂટાછેડા માગતો હતો, કંટાળીને યુવતીએ આપઘાત કરી લીધો…

આ બનાવ સામે આવ્યો છે ભરૂચના ચકલા વિસ્તારમાં જ્યા એક યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. જેના કારણે ચકચાર મચી જવા પામી છે. લગ્ન બાદ પતિ વિદેશ જતો રહ્યો યુવતીને રૂપિયા પણ નહોતો આપી રહ્યો જેથી તેણે મોતને વ્હાલું કરી લીધું.
આ મામલે યુવતીના પિતાએ પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધીને પતિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદની યુવતીએ ભરૂચના યુવક સાતે લગ્ન કર્યા ગચા. જોકે લગ્નના 3 મહિના બાદ પતિ વિદેશ જતો રહ્યો અને યુવતીને તે રૂપિયા પણ નહોતો આપતો. જેથી યુવતી કંટાળી ગઈ હતી. પરિણામે તેણે કંટાળીને ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું.
આપઘાત બાદ યુવતીના પાડોશીઓએ તેના પિયરમાં ફોન કરીને જાણ કરી હતી તેણે આપઘાત કરી લીધો છે. જેથી યુવતીના માતા પિતા તુરંત ભરૂચ પહોચ્યા હતા. તે સમયે તેમની દિકરીનો મૃતદેહ જોઈને માતાપિતાના માથે આભ તૂટી પડ્યું હતું.
પરિવારજનોએ પણ એવા આક્ષેપ કર્યા છે કે પતિને રૂપિયા આપતો ન હતો સાથેજ તેને છૂટાછેડા માટે પણ દબાણ કરી રહ્યો હતો. જેથી આ મામલે પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી પતિ સામે ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે યુવતીનો પતિ વિદેશ જતો રહ્યો હતો. સાથેજ તે તેને રૂપિયા પણ નહોતો આપતો જેથી યુવતી કંટાળી ગઈ સાથેજ તેની સાથે છૂટાછેડાની પણ માગ કરતો હતો. જેથી યુવતીએ કંટાળીને પછી આપઘાત કરી લીધો.