આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો, ચેહરા પર અફસોસના એક પણ નિશાન ન હતા, કોર્ટમાં જે કહ્યું તે સાંભળી…

આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો, ચેહરા પર અફસોસના એક પણ નિશાન ન હતા, કોર્ટમાં જે કહ્યું તે સાંભળી…

વાડિયા અને શનિવારના દિવસે જે ઘટના બની, તે ફૂલ જેવી માસૂમ દીકરી ગ્રીષ્મમાં ની ઘટના ને હજુ પણ પરિવાર ભૂલી ચૂક્યો નથી. પરિવારને હજુ પણ માનવામાં આવતો નથી કે હસતી ખેલતી ફૂલ જેવી માસૂમ દીકરી હવે આ દુનિયામાં નથી. એ આરોપીને જલદીમાં જલદી ફાંસી થાય અને ફૂલ જેવી માસૂમ દિકરીને ન્યાય મળે તે માટે લોકો અને પરિવારો લડી રહ્યા છે. આ સમગ્ર ઘટનાની અંદર પોલીસે ગણતરીના કલાકોમાં જ તપાસ હાથ ધરી છે અને, અત્યારે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને ૨૫૦૦ જેટલી પાનાની ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી છે.

તેવામાં સુરતની ગ્રીષ્મમાં વેકરીયા ની આ ઘટના બન્યા પછી, હવે તેનો કે સુરત શહેરની અંદર લડવામાં આવશે. તેમાં હવે તેના કોર્ટે ટ્રાયલ પણ શરૂ કરી દીધા છે. વાત કરીએ તો આજે સુરતના કોટની અંદર પોલીસના કડક બંદોબસ્ત ની સાથે સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર રજૂ કરી દેવામાં આવ્યો હતો. તેમજ તે સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો તેમજ ઘણા બધા લોકો પણ તે સમયે હાજર રહ્યા હતા.

જે સમયે પોલીસ કોર્ટની અંદર લઈને આવી ત્યારે હત્યારા ફેનીલ ઉપર કોઈપણ પ્રકારનો અફસોસ જોવા મળ્યો ન હતો. તેમાં જ વાત કરીએ તો, શુક્રવારના દિવસે અને 25 તારીખે ફેનીલ ને સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર રજૂ કરવા દેવામાં આવ્યો હતો. તેમજ આરોપીની વિરુદ્ધ ચાર્જફ્રેમ થયો છે. આજે પણ આ નરાધમ ફેનીલ એ પોતાનો ગુનો કબૂલ કરવાની ના પાડી દીધી હતી. આ સમગ્ર ઘટના જાણીને સૌ કોઈ લોકો ચોંકી ઉઠયા છે.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, આ નરાધમ ફેનીલ ના વકીલ ઝમીર શેખે ચાર્જશીટ વાંચવા માટેની મુદત માગી હતી, તમને જણાવી દઈએ કે સુરતની કોર્ટે સુનાવણી શરૂ કરવા માટેની પણ મંજૂરી આપી હતી અને તેમાં જ દરરોજ કેસ ચાલશે. તમને જણાવી દઈએ કે હવે આ કેસ સોમવારથી રાબેતા મુજબ સુરતની કોર્ટની અંદર ચાલશે. વાત કરીએ તો કોર્ટની અંદર કાર્યવાહીની સાથે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને પણ રજૂ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સુરતની તે દીકરી ની ઘટના પછી તેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા હતા, તેમાં જ પોલીસે તેને ઘટના સ્થળ ઉપરથી ઝડપી લીધો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, કારણ કે તેને પોતાના હાથ ઉપર ભારે ગંભીર ઇજા પહોંચાડી હતી. રજા મળ્યા પછી તરત જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને પોલીસ સ્ટેશન ના લોક અપ માં પૂરવા માં આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે બીજા દિવસે જ તેને કોટની અંદર રજૂ કરી દીધો હતો અને ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા, પોલીસે આ સમગ્ર ઘટના બાબતે ઘણા બધા પુરાવાઓ એકઠા કર્યા હતા. 190 સાક્ષીઓના ઘરે જઈને તેના સ્ટેટમેંટ લીધા હતા. મંજુર થયા પછી પોલીસે આખી ઘટનાનું પુનરાવર્તન કર્યું હતું. જેમાં આરોપી ફેનીલ ને પણ સાથે રાખવામાં આવ્યો હતો, પોલીસે પૂછપરછ દરમિયાન તે હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે વિશેની સંપૂર્ણ માહિતી પણ તપાસ કરી હતી.

તમને જણાવી દઈએ કે 190 છે વધારે સાક્ષીઓના નિવેદન પણ લીધા હતા, આ ઘટના બન્યા પછી આરોપીની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેની અંદર આરોપી અને તેનો મિત્ર બંને વાતચીત કરતા હોય તેવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેને, પુષ્ટિ કરવા માટે પોલીસે એફ.એસ.એલ.ની ટીમને પણ મદદ લીધી હતી. તેમજ પોલીસ એવા સમગ્ર ઘટનાના પુરાવા ભેગા કરીને ૨૫૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275