આરોપી ફેનિલને કોર્ટ લઇ જવાયો, પોલીસ 14 દિવસના રિમાન્ડ માગશે, વાંચો વિગતવાર…

આરોપી ફેનિલને કોર્ટ લઇ જવાયો, પોલીસ 14 દિવસના રિમાન્ડ માગશે, વાંચો વિગતવાર…

સુરતમાં કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના યુવક દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ગત રોજ ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો. આજે કામરેજ પોલીસ દ્વારા ફેનિલને કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ પોલીસ ફેનિલના રિમાન્ડ માટે કોર્ટમાં જવા રવાના થઈ ગયા છે. પોલીસ દ્વારા ફેનિલના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવશે.

હોસ્પિટલમાંથી ફેનિલ ડીસ્ચાર્જ થતા જ તેની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે. જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.

પોલીસ તપાસમાં ડિજિટલ એવીડન્સ કલેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ ફોરેન્સિક વિભાગની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું હતું કે હાલ આરોપીની ઓળખ પરેડ કરવાની સાથે ઇન્ટેરોગેશન કરવામાં આવી રહ્યું છે.

આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે નશો કર્યો હોય તેવું હાલ કંઈ સામે આવ્યું નથી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય તે માટેના પ્રયાસ કરાયા છે.

ગ્રીષ્મા ની હત્યા બાદ યુવક એ પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી. આરોપીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. ગત રોજ ફેનિલને રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો.

જ્યારે ફેનિલે હત્યા કર્યા બાદ માત્ર દવા પીવાનું નાટક અને હાથ પરની નસ નહીં પણ માત્ર ચામડી કાપી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે ફેનિલને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.