ગ્રીષ્મા મ’ર્ડર કેસમાં રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી ફેનિલ જેલના હવાલે, 23 ફેબ્રુઆરીએ સુનાવણી…

ગ્રીષ્મા મ’ર્ડર કેસમાં રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી ફેનિલ જેલના હવાલે, 23 ફેબ્રુઆરીએ સુનાવણી…

સુરતના કામરેજમાં ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. ત્યારે હવે આરોપી ફેનિલને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. પોલીસે રિમાન્ડની માગણી ન કરતા કોર્ટે આરોપી ફેનિલને જ્યુડિશિયલ કોર્ટમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. હાલ આરોપી ફેનિલને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, આ કેસમાં વધુ સુનાવણી 23 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. અગાઉ કોર્ટે આરોપી ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા FSL અને સાઈન્ટીફિક પુરાવા એકઠા કરવામાં આવ્યા છે.

ફેનિલની તેના મિત્ર સાથે વાતચીતની ઓડિયો ક્લિપ થઇ હતી વાયરલ: સુરતના કામરેજ તાલુકાના પાસોદરામાં થયેલા હત્યા કેસમાં હવે એક ઓડિયો વાયરલ થયો હતો. આ કથિત ઓડિયો ફેનિલે તેના મિત્ર સાથેની વાતચીતનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગ્રીષ્માના હત્યાના દિવસે જ આ વાતચીત થઇ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ સાથે ફેનિલે ગ્રીષ્માના પરિવારજનો પર ગંભીર આરોપ લગાવ્યા છે. અને ગ્રીષ્માના પરિવારજનો હેરાનગતિ કરતા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે.

ફેનિલે હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હોવાનો ઓડિયો ક્લિપમાં જણાય આવે છે. આ ઓડિયોમાં ફેનિલ સ્પષ્ટ રીતે ગ્રીષ્માની હત્યા કરીને પોતે ઝેર ખાઇને આત્મહત્યા કરીશ એવું કહેતા સાંભળી શકાય છે. આ આખી વાતચીત દરમિયાન ફેનિલનો મિત્ર તેને આવું ન કરવા અને બે દિવસ થોભી જા એવું પણ સમજાવતાં સંભળાય છે. પરંતુ ફેનિલે કોઇની વાત ન સાંભળતા ગ્રીષ્માની નિર્દીય રીતે હત્યા કરી નાખી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275