સુરતના રાંદેર જીલ્લાની બ્રિજ પર પીઠમાં ચપ્પુ ઘુસાડીને યુવકને મોતને ઘાટ ઉતારાયો, પરિવારની સામે જ ઘા ઝીંકાયા…

સુરતના રાંદેર જીલ્લાની બ્રિજ પર પીઠમાં ચપ્પુ ઘુસાડીને યુવકને મોતને ઘાટ ઉતારાયો, પરિવારની સામે જ ઘા ઝીંકાયા…

સુરતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. એક હત્યાની શાહી ન સૂકાઈ ત્યાં બીજી હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. એક તરફી પ્રેમમાં યુવકે યુવતીની પરિવાર સામે ગળું કાપી હત્યા કર્યાના બીજા જ દિવસે રાંદેરના જીલ્લાની બ્રિજ પર યુવકની હત્યા કરવામાં આવી છે. મોપેડ પર પરિવારને લઈને નીકળેલા જુનેદ પઠાણની પીઠમાં ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકીને પરિવાર સામે જ હત્યા કરતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયું હતું.હાલ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ હાથ ધરી છે.

ટક્કરથી પરિવાર પડી ગયું પોલીસે જણાવ્યું હતું કે, મરનાર નું નામ જુનેદ ગફુરખામ પઠાણ (ઉ.વ. 37) હોવાનું સામે આવ્યું છે. જુનેદ રાંદેર મોટી મસ્જિદ પાસેથી મોપેડ પર સવાર થઈ શાહપોર વાડ જવા નીકળ્યો હતો. જોકે જીલાની બ્રિજ પર જ અજાણ્યા કાર ચાલકે જુનેદની મોપેડને પાછળથી ટક્કર મારતા આખું પરિવાર રોડ ઉપર પડી ગયું હતું. જેનો લાભ લઇ કારમાં આવેલા હુમલાખોરોએ જુનેદ પર તૂટી પડ્યા હતા. માસૂમ બાળકો અને પત્નીની નજર સામે જુનેદને ઘા મારી પીઠમાંથી ઘુસાડેલું ચપ્પુ છાતીમાંથી બહાર કાઢી શરીરમાં જ છોડીને જતા રહ્યા હતા.

મોપેડને કારમાં આવેલા ઈસમોએ ટક્કર મારી હતી
રવિવારની રજા હોવાથી યુવક જુનેદ પઠાણ તેના પરિવારને લઈને બહાર નીકળ્યો હતો. મોપેડ પર પરિવાર સાથે નીકળેલા યુવકના મોપેડને પાછળથી કારમાં આવેલા ઈસમોએ ટક્કર મારીને પાડી દીધો હતો. બાદમાં ઉપરા છાપરી ચપ્પુ લઈને હત્યારાઓ તૂટી પડ્યાં હતાં. યુવકને લોહીના ખાબોચીયામાં પાડી દઈને કારમાં આવેલા હત્યાના આરોપીઓ નાસી ગયાં હતાં.

યુવકના શરીરમાં ચપ્પુ સોંસરવું નીકળ્યું
જીલ્લાની બ્રિજ પર પરિવારની સામે જ જુનેદની પીઠમાંથી છાતી સોંસરવું ચપ્પુ આરોપીઓએ કાઢ્યું હતું. બાદમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે તબિબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. હાલ યુવકના પરિવારમાં શોક ફેલાયો છે. હોસ્પિટલ પરિસરમાં કલ્પાંત પરિવારે કર્યો હતો. યુવકની હત્યા કયા કારણે કરવામાં આવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.