હોટલમાં યુવકે યુવતીની હ’ત્યા કરી પોતે પણ કર્યો આપ’ઘાતનો પ્રાયસ, કોણ છે આ કપલ? પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે…

હોટલમાં યુવકે યુવતીની હ’ત્યા કરી પોતે પણ કર્યો આપ’ઘાતનો પ્રાયસ, કોણ છે આ કપલ? પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે…

રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં ગઇકાલે રાતે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસે દોડી જઈ સગીરાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું ખૂલ્યું છે. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ સગીરાને પતાવી દીધાનું સામે આવ્યું છે.

હોટલમાં ગઇકાલે 9 વાગ્યે બંને આવ્યાં હતાં: જામનગરની સગીરા અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ACP જી.એસ. ગેડમે આ અંગે જણાવ્યું હતું કે જેમિસે સગીરાના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જેમિસ અને સગીરા ગઇકાલે સવારે 9 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા. આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં. જેમિસે સગીરાની હત્યા અને પોતે એસિડ પીતાં પહેલાં પરિવારને જાણ કરી હતી. જેમિસ હોટલમાં એસિડ કેવી રીતે લઇ ગયો એની તપાસ કરવામાં આવશે. હાલ બંનેના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને ફોનમાંથી પોલીસને રેકોર્ડિંગ મળ્યા છે.

જેમિસને ફોન કરતાં કહ્યું, મેં તારી દીકરીને મારી નાખીઃ મૃતકના પિતા
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે ગઇકાલે સવારથી જ મારી દીકરીનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતાં અમે ફોન કર્યો હતો. ફોન કરતાં જેમિસે મારી દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું એવું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું.

પ્રેમસંબંધની કોઇ દિવસ અમને જાણ કરી નહોતી: મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રેમસંબંધ હોય એવી કોઈ દિવસ અમને જાણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ, પણ આવી કોઈ વાત અમારા ધ્યાનમાં આવી નથી. અમારી માગ છે કે અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરી ભણવા જતી ત્યારે બપોરે રિસેસ પડે તોપણ મને ફોન કરતી અને કહેતી પપ્પા રિસેસ પડી છે.

સગીરાએ માતાને ફોન કરી મદદ માગી હતી: જેમિસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. સગીરાએ પણ પોતાની માતાને ફોન કરી મદદ માગી હતી, પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે એ પહેલાં જેમિસે તેની હત્યા કરી નાખી હતી. હોટલના બાથરૂમમાં લોહીનાં નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું છે તેમજ જેમિસ એસિડ પ્લાસ્ટિકની કોથળીમાં લાવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. પોલીસ આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

હોટલમાં ઘૂસવા માટે સગીરાના આધારકાર્ડમાં છેડછાડ: હોટલમાં ઘૂસવા માટે જેમિસે સગીરાના આધારકાર્ડમાં છેડછાડ કર્યાનું પણ સામે આવ્યું છે. સગીરાના ઓરિજિનલ આધારકાર્ડમાં જન્મ 2005ના વર્ષમાં બતાવે છે, જ્યારે હોટલને ઝેરોક્સની નકલ આપી તેમાં જન્મનું વર્ષ 2003 બતાવે છે. હોટલમાં આપેલી ઝેરોક્સ નકલ પ્રમાણે સગીરાની ઉંમર 19 વર્ષ અને ઓરિજિનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે, આથી સગીરાને હોટલમાં લાવવા માટે જેમિસે આધારકાર્ડની ઝેરોક્સમાં છેડછાડ કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસે આધારકાર્ડમાં છેડછાડ ક્યાંથી થઈ અને કોણે કરી એ તપાસ હાથ ધરી છે.

સવારે 10થી 11 વાગ્યા આસપાસ સગીરાની હત્યા થઈઃ DCP
આ અંગે રાજકોટ ઝોન 2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે 9 વાગ્યે હોટલમાં પ્રવેશ બાદ 10થી 11 વાગ્યાની આસપાસ હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેકેજીંગ ટેપની મદદથી હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપી બ્લેડ અને પેકેજીંગ ટેપ સાથે લાવ્યો હતો. સગીરાની હત્યા બાદ સાંજ સુધી એકલો રહ્યો અને તેનો મિત્ર એસિડ અને પાણીની બોટલ આપી ગયો હતો. એસિડ અને બોટલ દેવા આવેલા શખસની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપી પ્રેમીની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી પ્રેમી પોરબંદરનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. જોકે આરોપીના ડ્રાઇવિંગ લાયસન્સમાં આરોપીનું એડ્રેસ કચ્છ-ભૂજનું લખવામાં આવ્યું છે. આધારકાર્ડમાં જન્મતારીખ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275