પુર ઝડપે આવતો ટ્રક ઘરમાં ઘુસી જતા એક જ પરિવારના 12 લોકોનો કચ્ચરઘાણ, પરિવારને કાળ ભરખી ગયો…

પુર ઝડપે આવતો ટ્રક ઘરમાં ઘુસી જતા એક જ પરિવારના 12 લોકોનો કચ્ચરઘાણ, પરિવારને કાળ ભરખી ગયો…

આજ રોજ ગુજરાતમાં કેટલા બધા અકસ્માતોની ઘટનાઓ બનવા લાગ્યા છે કે જેના કારણે રોજરોજ ઘણાખરા લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે. તો ઘણા નિર્દોષ લોકોને પણ જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોની વાત કરી હતી બીજા રાજ્યોમાં પણ અકસ્માતોના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે.

ડ્રાઇવિંગ પ્રત્યેની સમજ લોકોમાં ધીમે ધીમે વધવાને બદલે ઘટી રહી છે. જેના પગલે માર્ગ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. હકીકતમાં કાળજું કંપાવે એવો એક અકસ્માત બિહાર રાજ્યમાં સર્જાયો છે. જ્યાં એક ટ્રક નેશનલ હાઈવે પરથી ફુલ ઝડપે આવી રહ્યો હતો અને હાઇવે નજીકના એક ઘરમાં ધડાકાભેર ઘુસી ગયો હતો.

ઘરમાં રહેલા ત્રણ નાના બાળકો જ્યારે ત્રણ મોટા વ્યક્તિઓની સાથે કુલ છ લોકો હતા. પરંતુ ટ્રક ઘરની અંદર એવી રીતે પહોંચી ગયો હતો તે ઘરમાં રહેલા લોકોમાંથી એક પણ લોકો બચી શક્યા નથી. તેઓ ઘરમાં આરામ કરી રહ્યા હતા. એવામાં તો કાળ બનીને ટ્રક ઘરમાં ઘૂસી ગયો હતો.

આ અકસ્માતમાં કુલ 12 લોકોના મૃત્યુ થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ ઘરની પાછળ પણ એક ઘર આવેલું હતું. આ ટ્રક અડધો એક ઘરમાં તો અડધો બીજા ઘરમાં હતો. એમ કુલ બે ઘરોને ભોગ બનાવ્યા હતા. જેમાં કુલ 12 લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે.

ઘટનાસ્થળે જ લાશોના ઢગલા થઈ જતાં સ્થાનિક લોકોમાં આ ટ્રક ચાલક સામે ભારે આક્રોશ ફેલાયો હતો. આ બાબતને લઈને તાત્કાલિક ધોરણે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. એટલા માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘરની અંદર રહેલા વ્યક્તિઓને બહાર કાઢવા માટે પોલીસને મજબૂત ક્રેઇનની મદદ લેવી પડી હતી.

ક્રેનની મદદથી પોલીસે હેમખેમ અંદર રહેલા લોકોને બહાર કાઢ્યા હતા. હકીકતમાં હાઇવે નજીકના વિસ્તારમાં એક ખૂબ મોટા પરિવાર નું ટોળું રહેતું હતું. જેમાં બે ઘરમાં ટ્રક ઘૂસી જતાં અન્ય પરિવારજનોનું કરૂણ આક્રંદ જોવા મળ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે જોતાની સાથે જ ઘટનાસ્થળે ઊભેલા સૌ કોઈ લોકોના રુંવાડા બેઠા થઇ ગયા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275