ધોરણ-5 માં ભણતી વિધાર્થીનીએ ગળે ફાં’સો ખાઈને જીવન ટુંકાવ્યું, રમવાની ઉમરમાં બાળકો કરી રહ્યા છે આપઘાત…

નાના બાળકો ખેલ કૂદ કરવાની જગ્યાએ હવે આપઘાત કરવા લાગ્યા છે. હમણાં થોડા દિવસ પહેલાં જ સાબરકાંઠામાં નવ વર્ષની દીકરીએ પોતાના ઘરની બારી સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી. તે સમાચાર જુના નથી થયા ત્યાં વધુ એક સમાચાર રાજકોટ જિલ્લામાંથી મળી રહ્યા છે…
રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાની નગર સોસાયટીમાં કપિલ ભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. પરિવારમાં પતિ-પત્ની, બે દિકરીઓ અને એક નાનો દીકરો છે. 3 બાળકોમાં 10 વર્ષની ખુશાલી કે જે ધોરણ પાંચ માં અભ્યાસ કરે છે તે સૌથી મોટી હતી.
એક દિવસ કપિલ ભાઈ તેના પરિવાર સાથે ધાર્મિક પ્રસંગે નાનવા ખાતે જવાના હતા. સમગ્ર પરિવાર આ પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. પરંતુ દસ વર્ષની ખુશાલી એ આવવાની ના પાડી હતી. તેથી પરિવાર તેને ઘરે એકલી મૂકીને ધાર્મિક પ્રસંગે ગયા હતા. પરંતુ જ્યારે કપિલ ભાઈ કાર્યકર્મ પૂર્ણ કરીને ઘરે પહોંચ્યા…
ઘરનો દરવાજો ખખડાવવા લાગ્યા પરંતુ અંદરથી કોઈ જવાબ આપી રહ્યો ન હતો. તેમજ દરવાજો પણ ખોલી રહ્યું ન હતું. તેથી તેઓએ બારી ખોલીને જોયું કે અંદરથી કોઈ શા માટે દરવાજો ખોલી રહ્યું નથી… તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ કારણ કે તેમની દસ વરસની લાડકવાયી દીકરી ખુશાલી લટકતી હાલતમાં જોવા મળી હતી.
તેઓ તરત જ આડોશ પાડોશમાં રહેતા લોકોની મદદથી ઘરનો દરવાજો તોડ્યો હતો. અને ખુશાલી ને લટકતી હાલતમાંથી ઉતારીને તેને તરત જ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ બજાવનાર ડોક્ટરોએ તપાસ બાદ જણાવ્યું હતું કે આ દીકરી નું મૃત્યુ પામી છે.
પોલીસે પરિવાર સાથે વાતચીત કરી તો પરિવારે જણાવ્યું હતું કે ધાર્મિક પ્રસંગમાં દીકરી આવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી તેથી પરિવાર કાર્યક્રમમાં જવા નીકળી ગયો હતો. પરંતુ જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે તેમની લાડકવાયી દીકરી લટકતી હાલતમાં જોવા મળી હતી.
એ જોઈને માતા-પિતા પર આફતોના વાદળ ઘેરાઈ આવ્યા હતા. કારણ કે પોતાના દસ વર્ષની દીકરીને એવું તો શું દુઃખ આવી પડ્યું હશે કે તેણે આ પ્રકારનું પગલું ભરી લીધું. એ જાણવા માટે સૌ આતુર છે. આ ઘટના બનતા જ ભવાની નગર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. કારણકે આટલી નાની ઉંમરમાં આપઘાત કરવાની આ બીજી ઘટના ગુજરાતમાં નોંધાઇ છે.
પોલીસે આ અંગે વધુ તપાસ કરી રહી છે. અને આ દીકરી એ શા માટે આ પ્રકારનું પગલું ભર્યું તેનું રહસ્ય ખોલવા માટે મથી રહી છે. આ દીકરી રાજકોટમાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતી હતી. આટલી નાની ઉંમરમાં તેને આત્મહત્યા કરવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો હશે?? તો અમે જણાવી દઈએ કે આજકાલ ડિજિટલ જમાનામાં અવારનવાર આપઘાત કરતા વીડિયો કે દ્રશ્યો જોવા માં આવતા હોય છે.
એ દૃશ્યો જોઈને બાળકના મગજ પર અસર થાય છે. જેના કારણે તે આ પ્રકારના કાર્ય કરવામાં ક્યારેય અચકાતો નથી. તેથી જેટલા બને તેટલું બાળકોને મોબાઈલ થી દુર રાખવા જોઈએ. ઘરે દસ વરસની ખુશખુશાલ દીકરીને લટકતાં જૉઈ પરિવાર ભાંગી પડયો છે..