કોરોના વાયરસના સંકટની વચ્ચે ભારતીય પરિવારોની આવકને લઇ ચોંકાવનારો ખુલાસો….

કોરોના વાયરસના સંકટની વચ્ચે ભારતીય પરિવારોની આવકને લઇ ચોંકાવનારો ખુલાસો….

ભારતમાં આર્થિક અસમાનતા ચિંતાજનક રીતે વધી રહી છે. એક તાજેતરના રિપોર્ટનું માનીએ તો ગયા વર્ષે દેશમા અબજોપતિઓની સંખ્યા વધીને 142 પર પહોંચી ગઇ. આ અબજોપતિઓની પાસે દેશની 40 ટકા વસતીથી વધુ સંપત્તિ છે. તો બીજીબાજુ 2021 દરમ્યાન 84 ટકા પરિવારોની આવક ઓછી થઇ ગઇ.

એક વર્ષમાં વધી ગયા 40 અબજોપતિ: વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વાર્ષિક શિખર સંમેલનની બરાબર પહેલાં રજૂ કરાયેલા Oxfam રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી. રિપોર્ટના મતે ભારતમાં 2021 દરમ્યાન અબજોપતિની સંખ્યા એક વર્ષ પહેલાં 102થી વધીને 142 થઇ ગઇ. આ 142 અબજોપતિની કુલ સંપત્તિ આ સમયગાળા દરમ્યાન વધીને 720 અબજ ડોલર પર પહોંચી ગઇ. આ દેશની 40 ટકા ગરીબ વસતીની કુલ સંપત્તિથી વધુ છે.

કોરોનાના લીધે ઓથી થઇ લોકોની આવક: દેશમાં અબજોપતિની સંખ્યા અને સંપત્તિ એવા સમયે વધી જ્યારે મહામારીની બીજી લહેરના પ્રકોપથી લોકો પરેશાન થઇ રહ્યા હતા. મહામારીના લીધે માત્ર લાખો લોકોના મોત થયા પરંતુ તેણે કરોડો લોકોની આર્થિક સ્થિતિ બગાડી દીધી. મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ ગઇ અને તેમના કામ-ધંધા પર ખરાબ અસર પડી. રિપોર્ટના મતે મહામારીના લીધે 2021માં ભારતના 84 ટકા પરિવારોની આવક ઘટી ગઇ.

અમેરિકા અને ચીન બાદ ભારતમાં સૌથી વધુ અબજોપતિ: ઓક્સફેમના રિપોર્ટ ‘Inequality Kills’ના મતે ભારત હવે અબજોપતિઓની સંખ્યાના મામલામાં ટોપ3 દેશોમાંથી એક બની ગયો છે. હવે ભારતથી વધુ અબજોપતિ માત્ર અમેરિકા અને ચીનમાં છે. ફ્રાન્સ, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડ ત્રણેય દેશોને મળીને જેટલા અબજોપતિ છે તેમાંથી સૌથી વધુ એકલા ભારતમાં છે. બીજી બાજુ દેશની 50 ટકા ગરીબ વસતીના નેશનલ વેલ્થમાં અંદાજે 6 ટકા હિસ્સો છે. તેના પરથી ખબર પડે છે કે ભારતમાં અસમાનતા કેવી રીતે ચિંતાજનક સ્પીડથી વધી રહ્યા છે.

ઓક્સફેમ ઇન્ડિયાના સીઇઓ અમિતાભ બેહાર એ કહ્યું કે અસમાનતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં વધી ગઇ છે. કોરોના મહામારીની સૌથી ખરાબ અસરમાંથી એક આર્થિક અસામનતાની વધવાની છે. અત્યારે સ્થિતિ એવી છે કે આર્થિક અસમાનતાના લીધે દરરોજ ઓછામાં ઓછા 21 હજાર લોકોના જીવ જઇ રહ્યા છે. તેનો મતલબ એ થયો કે અસામનતાના લીધે દર 4 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *