માણસામાં ગ્રીષ્મા જેવી ઘટનાનું પુનરાવર્તન, પ્રેમીએ કાપ્યું પ્રેમિકાનું ગળું…

માણસામાં ગ્રીષ્મા જેવી ઘટનાનું પુનરાવર્તન, પ્રેમીએ કાપ્યું પ્રેમિકાનું ગળું…

હજુ સુરતની ઘટનાની શાહી સૂકાઈ નથી, ત્યાં માણસાના અમરાપુરમાં સગીરાના ગળાને યુવાને કાપી નાંખ્યાની ઘટનાએ સૌને હતપ્રભ કરી દીધા છે. માણસા તાલુકાના અમરાપુર પાસે આવેલી નદીની કોતરોમાં આજે બપોરે એક યુવાને સગીરાનું કટરથી ગળુ કાપવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાથી સુરતની ગ્રિષ્મા સાથે બનેલી ઘટનાની યાદ તાજી થઇ હતી. જોકે, સદભાગ્યે સગીરાને મારેલા ઘા જીવલેણ સાબિત થયા નથી. પરંતુ તેને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. બનાવ ક્યાં કારણોસર બન્યો તે હકિકત બહાર આવી નથી. પરંતુ બંને વચ્ચે કોઇ બાબતે રકઝક થયા બાદ ઉશ્કેરાયેલા શખસે તેના પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ શખસ ભાગી ગયો હતો. જેની પોલીસે તેના ઘરેથી અટકાયત કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં સુરત ખાતે ગ્રીષ્માં નામની યુવતી સાથે જે ઘટના બની તેવી જ ઘટના આજે માણસા તાલુકાના અમરાપુર ગામે બનવા પામી છે. અલબત્ત સગીરા બચી ગઈ છે. માણસા તાલુકાના એક ગામમાં રહેતા શ્રામિક પરિવારની શાળામાં અભ્યાસ કરતી સગીરાને આજ ગામનો યુવક આજે બપોરના સમયે ગાંધીનગર મહુડી રોડ પર આવેલ અમરાપુર ગામની નદીની કોતરોમાં લઇ ગયો હતો. જ્યાં થોડો સમય રોકાયા પછી બંને વચ્ચે કોઈ બાબતને લઈ બોલાચાલી અને ઝઘડો થતા ઉશ્કેરાયેલા યુવકે તેના પર કટર જેવા ચાકુથી ગળા પર ઘા મારી લોહીલુહાણ કરી નાખી હતી. તેણી લોહીલુહાણ હાલતે સ્થળ પર ફસડાઇ પડી હતી. સગીરા મૃત્યુ પામી હોવાનું માની યુવક ત્યાંથી ભાગી છૂટયો હતો. બીજી બાજુ તેણીના શરીરમાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું તેમ છતાં તેણે લથડાતી હાલતમાં નદીની કોતરોમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કોતરો પાસે રેતી ભરતા કેટલાક લોકોની નજર પડી હતી. તેઓ તાત્કાલીક તેની પાસે પહોંચી ગયા હતા. આ દરમિયાન ખુબજ લોહી વહી જતા તેણી જમીન પર ફસડાઇ પડી હતી.

બનાવ અંગે સ્થાનિક લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી અને તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સગીરાના ગળાના ભાગે ઉંધો ઘા હતો. તે વાત કરી શકે તેવી સ્થિતીમાં પણ નહતી. સાથેસાથે ગળામાંથી લોહી નિકળતુ હતું. તેની હાલત જોતા તાત્કાલિક 108 ને બોલાવી સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ માણસા પોલીસને કરતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં હુમલો કરનાર શખસનું નામ સંજય સેંધાજી ઠાકોર (રહે. લિંબોદરા) હોવાનું ખુલ્યુ હતું. પોલીસ તેના ઘરે પહોંચી હતી જ્યાંથી આરોપીને ઝડપી પાડયો હતો. આ મામલે સગીરાના કાકાએ પોલીસને જણાવ્યુ હતુકે, તેમની ભત્રીજીને આ શખસ કાકા બોલાવે છે તેમ કહીને બાઇક પર બેસાડી કોતરોમાં લઇ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સગીરાએ વિરોધ કરતા આ બનાવ બન્યો હતો. જોકે, માણસા પોલીસે આ બંને વચ્ચે શું સંબંધ હતો અને અમરાપુર ગામની સીમમાં શા માટે ગયા હતા અને એવું તે શું થયું કે યુવકે ખૂની હુમલો કરવો પડયો આ બધી જ બાબતોની પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

હુમલો કરનાર સાથે તેનો મિત્ર પણ હોવાની ચર્ચા

કાકા બોલાવે છે તેમ કહી સગીરાને બાઇક પર બેસાડી નદિના કોતરોમાં લઇ ગયેલા યુવક સંજય ઠાકોર સાથે અન્ય એક વ્યક્તિ પણ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ શખસની ઓળખ મેળવવા માટે પણ પોલીસે સંજય ઠાકોરની પુછપરછ હાથધરી છે. ઉપરોક્ત ઘટના બાદ આ બંને શખસો સગીરાને લોહિલુહાણ હાલતે રઝળતી મુકીને ભાગી છુટયા હતા.

સ્થળ પરથી સ્કુલ ડ્રેસ પણ મળી આવ્યો

સગીરાના પરિવારજનોએ પોલીસને જણાવ્યા પ્રમાણે સગીરા ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે અને આજે પરિક્ષા આપવા માટે સ્કુલે ગઇ હતી. નદીના કોતરોમાંથી સગીરાના સ્કુલનો ડ્રેસ પણ મળી આવ્યો છે. ઘટના પાછળનું રહસ્ય ઘૂંટાઇ રહ્યુ છે. આ લખાઇ રહ્યુ છે ત્યારે મોડીસાંજ સુધી સત્તાવાર કોઇ કારણ બહાર આવ્યુ નથી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275