કીર્તિ પટેલે અમદાવાદની યુવતી પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ, જો કે કીર્તિએ કહ્યું કે તે યુવતી છરો લઈને મારવા આવી હતી…

ગુજરાતમાં હાલમાં ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને બાબલો કરવાનો નવો ટ્રેન્ડ શરુ થયો છે. યુવક યુવતીઓ લાઈવ વિડીયોમાં બેફામ ગાળાગાળી કરીને એકબીજાને ધમકીઓ આપતા હોય છે. આવા બીભત્સ વિડીયો સોશિયલ વિડીયો પર મુકાતા અન્ય યુવક યુવતીઓ પણ તેમનાથી પ્રભાવિત થતા હોય છે ત્યારે હવે આ મામલે વિવાદ વકર્યો છે. ગુજરાતમાં કીર્તિ પટેલ તેના આકરા તેવર માટે જાણીતી છે. અગાઉ કીર્તિ પટેલ પર ગંભીર ગુનો પણ નોંધાઈ ચુક્યો છે ત્યારે હવે ફરીવાર અમદાવાદની યુવતીએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદની યુવતીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે તેણે લોખંડની પાઈપથીહુમલો કર્યો હતો. આ ફરિયાદ અમદાવાદના સેટેલાઈટ પોલીસમાં નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ લઇ કીર્તિ પટેલ તથા અન્ય ૨ લોકો સામે તપાસ શરુ કરી છે.ફરિયાદ મુજબ અમદાવાદમાં રહેતી યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે અને તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ છે. 6 મહિના અગાઉ તે ઈન્સ્ટાગ્રામમાં તેના મિત્રો સાથે વિડીયો લાઈવ કરી રહી હતી ત્યારે કીર્તિ પટેલે લાઈવમાં તેને અને તેની માતાને ગાળો આપી હતી.
ત્યારે અમદાવાદની યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં કીર્તિ સામે ફરિયાદ નોંધાવી હતી તેવું પણ જાણવા મળ્યું છે. હાલની ઘટનાની વાત કરીએ તો 21મી ફેબ્રુઆરી એ રાત્રે અમદાવાદની યુવતી ઈન્સ્ટાગ્રામ એપ પર વિડીયોમાં લાઈવ હતી ત્યારે કોઈએ તેને કહ્યું કે તમારી ગાડી ના કાચ તોડી નાખ્યા છે. આ વાત જાણતા જ તે યુવતી ફ્લેટમાં નીચે ગઈ તો તેને અન્ય મહિલાએ કહ્યું કે કેટલાક માણસો ત્યાં ઉભા છે તેમણે કાચ તોડ્યા છે.
થોડીવાર બાદ યુવતી ઘરે પરત ગઈ હતી અને બાદમાં તપાસ માટે બહાર નીકળી હતી.યુવતી ચા પીવા માટે એસજી હાઈવે પર રોકાઈ હતી ત્યારે તે કારમાં હતી અને અચાનક કોઈએ કાર ના કાચ તોડી નાખ્યા. તે બહાર જોવા નીકળી કે તરત તેની પાછળથી માથાના બહ્ગે કોઈએ હુમલો કર્યો હતો. યુવતીએ જોયું તો હુમલો કરનાર કીર્તિ પટેલ હતી.યુવતીના કહેવા મુજબ કીર્તિ તેને ગાળો આપી રહી હતી અને તેની સાથે અન્ય લોકો પણ હતા.
જો કે આ કેસમાં વળાંક આવ્યો છે. કીર્તિ પટેલે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો મુક્યો છે અને તે કહે છે કે અમદાવાદની યુવતી ચા પીવા નહી પણ છરો લઈને મારવા આવી હતી. કીર્તિ પટેલે મુકેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે અમદાવાદની યુવતી ના હાથમાં છરો છે અને તે કારમાં બેઠા બેઠા ધમકીભર્યા શબ્દો પણ વાપરી રહી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. દોષિત કોણ છે તે આખરે પોલીસ તપાસમાં જ સામે આવશે.