સપનામાં ભગવાન કૃષ્ણ આવતા મુસ્લિમ વ્યક્તિએ 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી બનાવ્યું મંદિર…

ભારત દેશ વિવિધાતાઓથી ભરેલો છે અહીં ભાતભાતના લોકો રહે છે. સાથે આ દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતાના ઘણા એવા ઉદાહરણ પણ જોવા મળે છે. ઝારખંડના દુમકાથી સાંપ્રદાયિક એકતાનું એક હૃદયસ્પર્શી કહાની સામે આવી છે. અહીંયા રાનીશ્વરના હામિદપુરના રહેવાસી એક મુસ્લિમ શખ્સ નૌશાદ શેખે 40 લાખ રૂપિયાના ખર્ચે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર બનાવી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણનું પાર્થ સારથી મંદિર હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બન્યું છે. જેનું કારણ છે મુસમિલ શખ્સ નૌશાદ જે રાનીશ્વરના ઉપપ્રમુખ છે.
નૌશાદે વર્ષ 2019મા આ મંદિરનું નિર્માણ કાર્યની શરૂઆત કરાવી હતી. નૌશાદ બતાવે છે કે એક વખત તેઓ પશ્ચિમ બંગાળના માયાપુર ફરવા ગયા હતા. આ દરમિયાન તેમના સપનામાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણે તેમને કહ્યું હતું કે તેઓ તો તેમના વિસ્તારમાં સ્વયં બિરાજમાન છે. તે અહીં કેમ ફરવા આવ્યો છે. ત્યારે શ્રીકૃષ્ણએ તેમને સપનામાં કહ્યું હતું કે ત્યાં પહોંચો. ત્યારબાદ નૌશાદે પાર્થ સારથી મંદિર બનાવવા બાબતે વિચાર્યું. નૌશાદે જણાવ્યું કે પહેલા અહીં ખુલ્લા આકાશ નીચે ભગવાનની પૂજા થતી હતી ત્યારબાદ તેણે સ્વયં મંદિર બનાવવા બાબતે વિચાર્યું.
નૌશાદ મંદિર બનાવવાથી લઈને તેના સમસ્ત અનુષ્ઠાનનું આયોજન પણ પોતે જ કરશે. તેનું કહેવું છે કે ઇસ્લામ ધર્મમાં દિન-દુખિયાની સેવા કરવા બાબતે કહેવામાં આવ્યું છે. તેની સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે દરેક ધર્મની ઇજ્જત કરે. બધા ધર્મોમાં એવી જ વાતો કહેવામાં આવી છે. પાર્થ સારથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 14 ફેબ્રુઆરીના રોજ કરાવવામાં આવશે. આ દરમિયાન પીળા વસ્ત્રમાં 108 મહિલાઓ કળશ યાત્રા કાઢશે અને 52 પુરોહિત સંપૂર્ણ વૈદિક ઉચ્ચારો સાથે તેનું અનુષ્ઠાનને સંપન્ન કરાવશે.
નૌશાદે જણાવ્યું કે હવેથી મંદિર પરિસરમાં જ હવન કરી શકશે. એ સિવાય મંદિર પરિસરમાં કિર્તન શેડ, રસોઈ ઘર, પૂજા કરાવનારા પુરોહિત માટે અલગ અલગ રૂમ તૈયાર થઈ રહ્યા છે. જાણકાર બતાવે છે કે હેતમપુર ઇસ્ટેટના પૂતિ મહારાજે 300 વર્ષ પહેલા પાર્થ સારથીની પૂજાની શરૂઆત કરાવી હતી. ત્યારે આ સ્થળમાં હેતમપુર સ્ટેટની કચેરી રહેતી હતી. આ દરમિયાન જંગલ મહેલના નામથી ઓળખાતી હતી. હેતમપુર સ્ટેટના રાજાએ પાર્થ સારથી મેળાની શરૂઆત કરાવી હતી પરંતુ જમીનદારી ઉન્મૂલન બાદ અહીં પૂજા કાર્ય બંધ થઈ ગયું. તેના ચાર દશક બાદ કાંદિર શેખ, અબુલ શેખ તથા લિયાકત શેખે પાર્થસારથી પૂજન ફરીથી શરૂ કરાવવામાં આવ્યું હતું. આ ત્રણેયના નિધન બાદ વર્ષ 1990થી નૌશાદ શેખ આ પરંપરાને આગળ લઈને ચાલી રહ્યો છે.