પાટણમાં ખેલાયો ખૂની ખેલ, પરિવારનું હૈયાફાટ રૂદન, ગમગીનીના દ્રશ્યો સર્જાયા

પાટણમાં ખેલાયો ખૂની ખેલ, પરિવારનું હૈયાફાટ રૂદન, ગમગીનીના દ્રશ્યો સર્જાયા

‘ઓ…મા…ઓ…મા…મારો છોકરો, મારા છોકરાને મારી નાખ્યો’ આ હૈયાફાટ રૂદન એ માતાનુંં છે. જેના પુત્રની પાટણમાં ભરબજારે હત્યા થઇ છે. દુ:ખની વાત એ છે કે, સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને બજાર વચ્ચે રહેસી નાખ્યો છે. ત્યારે માતા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક બાજુ પુત્ર ખોયો તો બીજી બાજુ હત્યારા પણ પોતાના જ છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ: પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં ગુરુવારની સવારે 9 વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલાયો હતો. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં રિક્ષા ચાલક ફોઇના છોકરા પર તેનો મામાનો છોકરો ભરબજારે છરી વડે હુમલો કરે છે. જેમાં રિક્ષા ચાલક ઢળી પડે છે. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પણ સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું.

એક વર્ષથી ઝઘડો ચાલતો હતો: મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેને છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. જેમાં આજે સવારે પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને વર્ધી માટે નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેનો મામનો છોકરો મળ્યો હતો. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ હતી.

બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી: મૃતક પ્રકાશ બે સંતાનોનો પિતા હતો. જેનો પુત્ર ધોરણ 6માં અને પુત્રી ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ માસુમ બાળકોને હજુ એ પણ ખબર નથી કે તેમના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે માહોલ વધારે ન બગડે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

મૃતકની માતાએ ચાર સામે ફરિયાદ નોંધાવી: આ ઘટના અંગે મૃતકની માતાએ મામા રમેશ કરશનભાઇ પટણી અને તેના ત્રણ પુત્ર વિશાલ પટણી, રોહીત પટણી અને રાજેશ પટણી સામે ફરિયાદ નોંધવી છે. પોલીસે ફરિયાદના આધારે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

ravi vaghani

Related articles

Leave a Reply

Your email address will not be published.