જે માતાએ લોકડાઉનમાં પોતાના પુત્રને બચાવવા 1400 KMની સફર કરી હતી એ વળી આજે યુક્રેનમાં ફસાયો…

જે માતાએ લોકડાઉનમાં પોતાના પુત્રને બચાવવા 1400 KMની સફર કરી હતી એ વળી આજે યુક્રેનમાં ફસાયો…

રવિવારે યૂક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો 11મો દિવસ છે. રશિયન સૈનિકો યૂક્રેનના દરેક શહેર પર તબાહી મચાવી રહ્યા છે. બધે વિસ્ફોટો થઈ રહ્યા છે, કિવ, ખાર્કિવ જેવા મોટા શહેરો વિસ્ફોટોના અવાજથી ગૂંજી રહ્યા છે. યુદ્ધની તંગ પરિસ્થિતિ વચ્ચે, લોકો યૂક્રેનમાં ભયભીત છે. ઘણા ભારતીયો હજુ પણ યૂક્રેનમાં ફસાયેલા છે, તેમને બચાવવા માટે કેન્દ્ર સરકારે ઓપરેશન ગંગા ચલાવ્યું છે.

આ શૃંખલામાં યૂક્રેનના સુમી શહેરમાં એક ભારતીય યુવક પણ ફસાયેલો છે. આ યુવક સાથે એક વિચિત્ર સંયોગ જોડાયેલો છે. જ્યારે વર્ષ 2020માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે નિઝામુદ્દીન અમાન નામનો આ યુવક આંધ્રપ્રદેશ-તામિલનાડુની બોર્ડર પર અટવાયો હતો. પછી નિઝામુદ્દીનની માતા તેના પુત્રને લાવવા રઝિયા 1400 કિમી સ્કૂટી ચલાવીને ત્યાં પહોંચી હતી અને ત્યાંથી તેના પુત્રને લઈને આવી હતી.

તેલંગાણાના નિઝામાબાદમાં રહેતી રઝિયા તેના પુત્રને લાવવા આંધ્રપ્રદેશના નેલ્લોર સુધી સ્કૂટી પર ગઈ હતી. સ્કૂટર 1400 કિમી સુધી ચલાવીને રઝિયા તેના પુત્ર નિઝામુદ્દીનને લઈને આવી હતી. હવે રઝિયાનો પુત્ર યૂક્રેનમાં ફસાયેલો છે.

નિઝામુદ્દીન યૂક્રેનમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે: નિઝામુદ્દીન યૂક્રેનની સુમી સ્ટેટ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરે છે. સુમી રશિયન સરહદ નજીક સ્થિત છે. યૂક્રેન પર રશિયાના હુમલા પછી રઝિયા તેના પુત્રના સ્વાસ્થ્ય માટે દિવસ-રાત પ્રાર્થના કરી રહી છે. રઝિયાએ કહ્યું કે નિઝામુદ્દીન બંકરમાં બંધ છે અને તેની સાથે ફોન પર વાત કરી શકે છે.

માહિતી મુજબ રઝિયા બેગમનો પુત્ર જે જગ્યાએ છે ત્યાં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી નથી. રઝિયા તેના પુત્રને બચાવવા મદદ માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી કેસીઆરને અપીલ કરી.

લોકડાઉનમાં પુત્ર સાથે 1400 KMની સફર: બે વર્ષ પહેલાં, કોરોનામાં લોકડાઉન લાગુ થયા બાદ પડોશી આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં ફસાયેલા તેમના પુત્રને પરત લાવવા માટે રઝિયા બેગમે લાંબી અને મુશ્કેલ મુસાફરી કરી હતી. સ્થાનિક પોલીસની પરવાનગીથી તે એકલી નેલ્લોર ગઈ અને તેના નાના પુત્ર સાથે પાછી ફરી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.