એક મા પોતાનું બાળક સાત હજાર રૂપિયામાં વેચી દેવા બની લાચાર, અપંગ માતા બોલી- તમે અમારા માટે ભગવાન…

પરિવારમાં અમુકવાર એવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે કે જેનાથી પરિવારને બે ટાઈમ ખાવાનું પણ નસીબ નથી થતું. આજે અમે તમને એક આવી જ મહિલા વિષે જાણાવીશુ કે જે પોતાના બે બાળકો સાથે ખુબજ દુઃખમાં જીવન જીવી રહ્યા છે.
આ માતાનું નામ મધુ બેન છે અને તે અપંગ છે. બે વર્ષ પહેલા મધુ બેનના પતિનું મૃત્યુ થઇ ગયું હતું.મધુ બેન પણ બે બાળકોની જવાબદારી આવી જતા તે ખુબજ ચિંતામાં આવી ગયા છે. તે સાફસફાઈનું કામ કરવા માટે જાય છે,
પણ તે અપંગ હોવાથી થોડા દિવસ કામ પર રાખે છે. થોડા દિવસ પછી કામ પરથી કાઢી પણ મૂકે છે. તેમને આખો દિવસ કામ કર્યા પછી માંડ માંડ ૫૦ રૂપિયા મળે છે. તેનાથી ત્રણ જણાનો પરિવાર ચલાવવો ખુબજ મુશ્કિલ બની જાય છે.
માટે આ પરિવારને મદદની જરૂર છે કોઈ તેમનો આશરો નથી. સબંધીઓ તેમને થોડી ગણી મદદ કરે છે. તેનાથી તેમનું ઘર ચાલી જાય છે, સબંધીઓ પણ ક્યાં સુધી તેમની મદદ કરશે.
તેમના બાળકો પણ હજુ નાના હોવાથી તે કોઈ કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી. માટે આજે અપંગ માતા પર જ આખા પરિવારની જવાબદારી આવી ગઈ છે.એક યુવકને જયારે આ પરિવારની પરિસ્થિતિની જાણ થઇ તો તે આ પરિવારને મદદ કરવા માટે આવી ગયો અને આ પરિવારને ૧૮,૦૦૦ હજાર રૂપિયાની મદદ કરી.
આટલી મદદ મળતા માતા અને બાળકો ખુબજ ખુશ થઇ ગયા હતા. તેમને કહ્યું કે તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. આજ સુધી આવું અમારા માટે કોઈએ નથી કર્યું.