કિશન ભરવાડના મૃ’ત્યુનો એક મહીનો વીતી ગયો, એક મહિનાથી તેમનો પરિવાર બસ દિવસ રાત આ એક જ વસ્તુની રાહ જોઈ રહ્યો છે…

કિશન ભરવાડના મૃ’ત્યુનો એક મહીનો વીતી ગયો, એક મહિનાથી તેમનો પરિવાર બસ દિવસ રાત આ એક જ વસ્તુની રાહ જોઈ રહ્યો છે…

ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યાનો આજે એક મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે. કિશન ભરવાડે સોસીયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ કરી હતી અને તેના પછી તેને લઈને વિવાદ સર્જાયો હતો અને તે વિવાદનું સમાધાન પણ કરી દેવામાં આવ્યું હતું.

તેના પછી પણ કિશન ભરવાડની હત્યા કરી દેવામાં આવી હતી. આનાથી તેમના પરિવારમાં દુઃખ અને માતમ છવાઈ ગયો છે.જયારે તેમનું મૃત્યુ થયું હતું ત્યારે કિશનની દીકરી ફક્ત ૨૦ દિવસની જ હતી. આજે તેમની દીકરી એક મહિનાની થઇ ગઈ છે.

જયારે કિશન ભરવાડ માટે જે વિધિ કરવામાં આવી રહી હતી. તે સમયે તેમની પત્ની પોતાને ના રોકી શક્યા અને પોક મિકીને રડી પડ્યા. આજે તેમના મૃત્યુનો એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓને સજા નથી કરવામાં આવી.

ગામના લોકો આજે પણ સાંજ પડે એટલે કિશન ભાઈના ઘરે બેસવા માટે જાય છે અને આજે તેમનું આખું ગામ રાહ જોઈ રહ્યું છે કે કિશન ભાઈના હત્યારાઓને કયારે સજા કરવામા આવશે. આજે દીકરાના ફોટા પર હાર જોઈને આખો પરિવાર રડી પડે છે.

માતા પિતા અને પત્નીની આંખો માંથી હજુ સુધી આંસુ નથી સુકાયા. આખો પરિવાર રાહ જોઈને બેઠો છે કે દીકરાના મૃત્યના જવાબદાર લોકોને કયારે સજા કરવામાં આવશે.દીકરીને તો હજુ ખબર પણ નથી.

તેના જીવનમાં શું મોટી ખોટ પડી છે. હજુ તો દીકરીને પિતાનો સરખો પ્રેમ મળ્યો પણ નહતો અને એવામાં દિકરીના માથા પરથી પિતાનો સાયો ઉઠી ગયો. પિતાએ દીકરી માટે જોયેલા બધા જ સપના અધૂરા રહી ગયા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.