ક્ષત્રિય યુવકની પોલિસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર થઇ હત્યા, કારણ સાંભળીને મગજ ચકરાવે ચડશે…

ક્ષત્રિય યુવકની પોલિસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર થઇ હત્યા, કારણ સાંભળીને મગજ ચકરાવે ચડશે…

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મોખરે હોય છે. ત્યારે સુરતમાં હાલ તો ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જઇ રહી છે ત્યારે હાલ રંગીલા રાજકોટમાંથી હત્યાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં 22 વર્ષના યુવકની જાહેરમાં જ હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ હત્યા પોલિસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર જ બન્યો હોવાનું જાણવા મળ્યુ છે. ઘટનાની જાણ થતા જ પોલિસે ગણતરીના કલાકોમાં બે આરોપીમાંના એકને સકંજામાં લીધો હોવાનું પણ સામે આવ્યુ છે.

કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે ફ્રૂટ લેવા ગયેલ યુવકને બાઇક દૂર પાર્ક કરવાનું કહી નજીવી બાબતે બે આરોપીઓએ છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી. પોલિસે એકને તો ઝડપી લીધો છે અને એકની શોધખોળ હાથ ધરી છે. ઘટનાની વિગત જોઇએ તો, કોઠારિયા રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતો 22 વર્ષિય પરાક્રમસિંહ પઢિયાર મંગળવારના રોજ રાત્રે 8.15 વાગ્યા આસપાસ બાઇક લઇને રણુજા મંદિર નજીક ફ્રૂટ લેવા ગયો હતો, ત્યારે લારી નજીક જઇ પરાક્રમસિંહે પોતાનું બાઇક પાર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં ઊભેલા બે યુવકોએ તેને દૂર બાઇક પાર્ક કરવાનું કહ્યું હતું.

ત્યારે યુવકે કહ્યુ કે જગ્યા હોવા છતાં બાઇક પાર્ક કરવાની શા માટે ના કહો છો. આ બાબતે બંને શખ્સ ઉશ્કેરાયા અને ગાળો ભાંડવા લાગ્યા. નજીવી બાબતમાં થયેલ ઝઘડાને કારણે બંનેએ પરાક્રમસિંહ પર છરીથી હુમલો કરી દીધો હતો, અને છરીના બે ઘા ઝીંકી દીધા. જાહેરમાં યુવકને છરીના ઘા ઝીંકાતા લોકોના ટોળે ટોળાં એકઠા થઇ ગયા હતા.પરાક્રમસિંહ લોહિયાળ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો, અને લોકોએ તેને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડ્યો પરંતુ યુવકનું મોત નીપજ્યું હતું.

પરાક્રમસિંહને છરીના ઘા ઝીંકી હત્યા કરી બંને શખ્સ નાસી ગયા હતા. હત્યાની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ અને ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ એક્શનમાં આવી ગઇ હતી અને પોલીસે કિશન ટાંક નામના શખ્સને ઝડપી લીધો જ્યારે તેનો સાથીદાર નાસી છૂટ્યો હતો, જેના કારણે તેના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.