કચ્છના ખેડૂતે દાડમના વાવેતરમાં રૂ. 90 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો!! બીજા ખેડુતો પણ…

કચ્છના ખેડૂતે દાડમના વાવેતરમાં રૂ. 90 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો!! બીજા ખેડુતો પણ…

ખેડૂતો માટે જમીન તેંમની મા છે! મા જ્યારે આપે છે, ત્યારે તેનો કોઈ તોલ ન હોય. આપણે સૌ કોઈ જાણીએ છે કે ખેતી દ્વારા આજે અનેક ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બન્યા છે. અમસ્તા જ નથી કહેવામાં આવતું કે,જમીન ને ખેળો તો સોનુ નીકળે! જો તને સંપૂર્ણ જ્ઞાન મેળવીને ખેતી કરો તો તમે અનેકગણી આવક મેળવી શકો છો. આજના સમયમાં આધુનિકતા સાથે ખેતી કરવાથી અનેક ખેડુતો ધનવાન બની રહ્યા છે. જો તમે પણ ખેડૂત છો તો તમારા માટે આ ખૂબ જ માહિતગાર બ્લોગ છે.

હાલમાં જ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નારણપર ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ વેકરીયાએ જ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ગુજરાત “આત્મા” દ્વારા રાજ્યસ્તરનો પ્રથમ બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અને આ એવોર્ડ તેમની કોઠાસુઝ અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા મેળવ્યો છે.

આજ3 તેઓ દાડમ દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વર્ષ 2019માં 5000 જેટલા દાડમના ઝાડના વાવતેરમાં ઝાડદીઠ 80 કિલો દેશી ખાતર, લીંબોળી ખોળનું નિરણ, લોખંડના એંગલ, તારથી ઝાડને ટેકો આપી દાડમી ઉંચી કરી આયોજનબધ્ધ યોગ્ય માવજત કરી 3500 ગોટીકલમ અને 1500 ભગવા સિંદુરી ટીશ્યુકલ્ચર દાડમ ઉછેર્યા હતા.દાડમના નીચા બજાર ભાવમાં પણ યોગ્ય ભાવ મેળવી રૂ. 90 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

વર્ષ 2019માં પાંચ હજાર દાડમના ઝાડમાંથી 225 ટન દાડમ ઉત્પાદનમાંથી બજાર ભાવ રૂ.35 હતો ત્યારે માલની ગુણવત્તા અને પ્રમાણના આધાર રૂ.65 ના કિલો મેળવેલા હતા. રૂ.1.25 કરોડની આવક થયેલી જેમાંથી 35 લાખનો ખર્ચ કરતાં રૂ.99 લાખનો ચોખ્ખો નફો થાય છે.ખરેખર આ નફો તેમને બેઠા બેઠા નથી મળ્યો પરતું પોતાની આવડત અને ખેતી નું સંપૂર્ણ જ્ઞાન અને સિસ્ટમ પ્રમાણે ખેતી કરીને મેળવેલ છે.

પાણી બચાવીને ડ્રીપ ઈરીગેશનથી ખેતીનું મહત્વ સમજી જો ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો સિસ્ટમબદ્ધ ખેતી કરે તો ધાર્યો નફો મેળવી શકે છે. દાડમ ફળની સારી ગુણવત્તા માટે સનબર્નથી બચાવવા ઝાડને ઢાંકવું, ડ્રીપ ઈરીગેશન કરવું, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો, રોગ જીવાત સમયે યોગ્ય દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી તમેં પણ દાડમ માંથી અથવા અન્ય પાકો પરથી આવક મેળવી શકો છો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.